Abtak Media Google News

આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયનાં નામ હેઠળ ચાલી રહેલા કથિત આશ્રમ અને એ આશ્રમમાં થતી શંકાસ્પદ ગતિવિધિઓનો ઘટસ્ફોટ થયો છે. છેલ્લાં 25 વર્ષથી દિલ્હીના વિજયવિહાર, રોહિણી વિસ્તારમાં આ આશ્રમ ચાલી રહ્યો છે અને આશ્રમના માલિકનું નામ વિરેન્દ્ર દેવ દીક્ષિત છે.

70 વર્ષીય વીરેન્દ્ર દેવ દીક્ષિત પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ છોકરીઓને નશાની હાલત હેઠળ આ જેલમાં કેદ કરીને રાખે છે અને ત્યારબાદ તેનું જાતીય શોષણ કરે છે. જે રીતે શિવલિંગની ઉપાસના કરવામાં આવે છે, તેવી જ રીતે તે પોતાના લિંગની પૂજા કરવાનું કહેતા હતા. જે છોકરીઓ ત્યાં રહે છે તેમને નશાયુક્ત દવા પીવડાવીને ત્યાં રાખવામાં આવે છે. શરૂઆતમાં આ છોકરીઓ પાસે એક ધાર્મિક વિધિ કરાવવામાં આવતી જેને તેઓ ‘ભટ્ટી’ કહે છે. આ વિધિમાં કન્યાઓને સાત દિવસ માટે એકાંત વાસમાં રાખવામાં આવતી હતી.

આ આશ્રમની વેબસાઇટ દર્શાવે છે કે દિલ્હી, ભોપાલ, મુંબઈ, હૈદરાબાદ સહિતના 12 મોટાં શહેરોમાં આ આશ્રમની શાખાઓ છે. પરંતુ લોકોની ફરિયાદો દર્શાવે છે કે આ સિવાય ઘણાં શહેરોમાં શાખાઓ છે. કેનેડા, ઈંગ્લેન્ડ, જર્મની, કાઠમંડુ, મલેશિયા અને અમેરિકામાં પણ આ આશ્રમની શાખાઓ છે.

સીબીઆઇ(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને પોલીસે સાથે મળીને ગુરુવારે આશ્રમની તપાસ શરૂ કરી હતી. જ્યાંથી તેમને 41 સગીરાઓને મળી આવી હતી જેમને બચાવી લેવામાં આવી છે.

દિલ્હી મહિલા કમિશનના અધ્યક્ષ સ્વાતી માલીવાલે મીડિયા સાથે આશ્રમની અંદર અને ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.તેમણે કહ્યું, “અમે જ્યારે પોલીસની સાથે અંદર આવ્યા ત્યારે અમે જોયું કે દરેક જગ્યાએ લોખંડના દરવાજા અને ત્યાં તાળાં મારેલા હતા આ એક આધ્યાત્મિક યુનિવર્સિટી નથી. આ સ્થળ અને સંસ્થાને કોઈ અધિકૃત પત્ર આપવામાં આવ્યો નથી.આ છોકરી અહીં ક્યાંથી આવી હતી અને અહીંથી ક્યાં લઈ જવાઈ રહી છે તેનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નથી.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.