જવાહર રોડ પર ડો.કે.બી.પંડ્યાનો ફોન ચોરતા ભાવેશને SOGએ પકડાયો

ફોન ચોરી તેના સાગરીત સિકંદરને આપ્યાની કબૂલાત આપતા તેની શોધખોળ હાથધરી

આ રીઢો ગુનેગાર ભાવલો તો હવે સુધારવાનું નામ જ નથી લેતો અવાર નવાર ફોન ચોરતા સિવિલ હોસ્પીટલ અને કલેકટર ઓફિસેથી પકડાયો છે ત્યારે ફરી એકવાર તેને પોતાના લખાણ જણકાવ્યા છે.આજે તેને સિવિલ નઈ પણ જવાહર રોડ પર આવેલા ગેલેક્સી કોમ્પ્લેક્સમાં ડોક્ટર.કે બી.પંડ્યાનો ફોન પાર્કિગમાંથી ચોરી કરી ભાગી ગયો હતો જે બનાવની જન SOG  ની ટીમને થતા તેને સીસીટીવી આધારે તુરંત જ તેની ઓળખ કરી તેને દબોચી લીધો હતો અને તેની પૂછતાછ કરતા તેને ફોન ચોરી તેના સાગરીત સિકંદરને આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

સિવિલ હોસ્પિટલમાં અનેકવાર ચોરી કરતા પકડાયેલા ભાવલાએ હોસ્પિટલમાં તણખાટ મચાવ્યો હતો.બાદ તે કલેકટર ઓફિસે દેવાયો થયો હતો અને ત્યાં આવેલા લોકોના ખિસ્સામાંથી ફોન ફેરવી લેતો હતો. જ્યાં પણ તેને પોલીસે અનેક વાર રંગે હાથ પકડ્યો હતો.બાદ આજે તેને ફરી વાર લખણ જળકાવ્યા હતા. જવાહર રોડ પર આવેલા ગેલેક્સી કોમ્પ્લેક્સ માં ક્લિનિક ધરાવતા ડોક્ટર કે બી પંડ્યા આજે સવારના સમયે પાર્કિંગમાં રાખેલી કારમાં તેઓ બહાર જતા હતા ત્યારે તેની પાસે ભાવલો આવી ગયો હતો અને ડોક્ટરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી મોંઘોદાટ ફોન શેરવી નાશી ગયો હતો.

આ બનવાની જાણ જઘૠ ટીમને થતાં તેને સીસીટીવી તપાસી તેમાં તેમને ભાવલો નજર આવતા તેને તેની શોધખોળ કરી હતી ત્યાં ટીમે ને તે નજીક ના વિસ્તારમાં જ આટા ફેરા કરતો નજરે પડતાં તેને પોલીસે દબોચી લીધો હતો અને તેની પૂછતાછ કરતા તેને ચોરીની કબૂલાત આપી હતી બાદ તેને જણાવ્યું હતી કે તે ફોન તેને તેના સાગરીત સિકંદરને આપ્યો હતો.જેથી પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

ઊલેખનિય છે કે આ ભાવલો ગોંડલ તરફથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર આવીને ગિર્દીનો લાભ લઇ દર્દીઓના ફોન ચોરે છે અને જો પોલીસ તેને પકડી લેતો તે પોતાની જાતે બ્લેડથી લોહી કાઢી ખેલ કરવા લાગે છે.જેથી તે પોલીસના માથાનો દુખાવો બન્યો છે.

આજે ફરી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીનો ફોન ચોરાયો

સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર તસ્કરો આવીને ગિર્દીનો લાભ લઇ દર્દીઓ અને તેના સગાનો મોબાઇલ, પર્સ સેરવી લયે છે. અને સિક્યુરિટી અને પોલીસનું સતત પેટ્રોલીંગ હોવા છતાં રોજ કોઈને કોઈ દર્દી કે ડોક્ટરનો ફોન ચોરાયો હોવાની ઘટના સામે આવે છે.ત્યારે આજે ફરી એક દર્દીનો ફોન ચોરી થયો હતો.જેમાં દર્દી કેસ બારી પાસે હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેની નઝર ચૂકવી ફોન સેરવી લે છે.જેથી બનાવની જન પ્રદ્યુમન પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.