Abtak Media Google News

યોગેશપુરી ગૌસ્વામીએ ગણેશ, મહાદેવ, અને માતાજીના ભકિતગીતો ઉપરાંત શહીદોને યાદ કર્યો

ધર્મ રક્ષક પરિષદ આયોજીત પ્રિન્સ ઓફ કૈલાશ શ્રી ગણેશ મહોત્સવમાં ગુજરાત રાજય સરકારના આર્થિક સહયોગથી સંગીત નાટકીય અકાદમીના ખાસ માર્ગદર્શન અને આર્થિક મદદથી ભકિતનગર સર્કલ ખાતે સુવિખ્યાત ભજન સમ્રાટ શિવ બાલક સેવા યોગેશપૂરી ગોસ્વામી દ્વારા ભવ્ય ડાયરામાં રમઝટ બોલાવી.

સંગીત નાટકીય અકાદમીના સહયોગથી યોજાયેલા લોક ડાયરાનું સંચાલન ગૌતમ ગોસ્વામીએ કયુર્ંં હતુ. ડાયરાના મુખ્ય મહેમાન અને દિપ પ્રાગટય ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા અને શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતુ .

આ લોક ડાયરામાં દશનામ ગોસ્વામી સમાજના મહાનુભાવો સોમગીરી, રામનાથ મહાદેવના મહંત શાંતીગીરી બાપુ, પરેશગીરી, રમેશગીરી, રાજેશપુરી, શિવ રથયાત્રા સમિતિના સદસ્યો, શિવશકિત પૂજન સમિતિના સદસ્યો તેમજ ખાસ રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા, કાર્યાલયમંત્રી હરીશભાઈ જોષી, સીટી પટેલ રાજેન્દ્રસિંહ રાણા, મહેશ બથવાર, શૈલેષગીરી ગોસ્વામી, અનોપગીરી ભરતગીરી, જગદીશગીરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધર્મરક્ષક પરિષદના તમામ સ્વયંમ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે ધર્મ રક્ષક પરિષદ ગણેશ મહોત્સવ સમિતિ વતી ગૌતમ ગોસ્વામીએ ગુજરાત સરકાર નાટકીય એકડમી અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો જાહેરમાં આભાર વ્યકત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.