- ભાવનગર : અલ્પેશ સુતરીયા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ વિજેતા
- એક જ મહિનામાં પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા ત્રણ મેડલ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં એક મેડલ વિજેતા થયા
દિલ્હી ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 ટેબલ ટેનિસમાં ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયા એ બ્રોન્ઝ મેડલ વિજેતા થયા છે. અલ્પેશ સુતરીયા જેવો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સિલ્વર મેડાલીસ્ટ છે.
ખેલો ઇન્ડિયા પેરા ગેમ 2025 સેકન્ડ એડીશનમાં ઓલ ઇન્ડિયામાંથી ટોપ રેન્ક ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવે છે અને તેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને તેમાં સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કક્ષાની ફેસીલીટી દરેક ખેલાડીઓને આપવામાં આવે છે અને તેમાં ભાવનગરના શ્રી અલ્પેશ સુતરીયા ક્લાસ વન કેટેગરીમાં 2025 ખેલો ઇન્ડિયા પેરા ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે હવે આ રેન્ક ના આધારે તેઓને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવાનો મોકો મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયા એ તા. 17 માર્ચ થી 23 માર્ચ સુધી વડોદરા ખાતે યોજાયેલ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 માં ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ વિજેતા થયા હતા.
અહેવાલ : આનંદસિંહ રાણા