ભાવનગર: રાજ્યમાં જળાશયોમાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનેલ છે જે બાબત અતિગંભીર હોવાથી ભાવનગર જિલ્લામાં જળાશયો (નદી તળાવ, નહેર, દરિયા)માં વ્યકિતઓ/પ્રવાસીઓ ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.
અધિક્ષક ઇજનેર, ભાવનગર સિંચાઇ યોજના વર્તળ, ભાવનગર તથા કાર્યપાલક ઇજનેર વોટર વર્કસ વિભાગ, મહાનગરપાલીકા, ભાવનગર તરફથી ભાવનગર જિલ્લામાં અઘટીત ઘટનાઓ બનવાની શકયતા હોવાથી કેટલાક ભયજનક જળાશયોની યાદી રજુ કરવામાં આવી છે. જે મુજબના જળાશયોમાં વ્યકિતઓ/પ્રવાસીઓના ન્હાવા પર/પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૬૩ની પેટા કલમ(૧) અન્વયે મળેલ સત્તાની રૂઈએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લા નાં ૮૦ જળાશયો (નદી,તળાવ,નહેર,દરિયા) નાં પાણીમાં વ્યક્તિઓ તથા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેમાં બોરતળાવ,ભાવનગર (ગૌરીશંકર તળાવ, થાપનાથ મહાદેવ ભાવનગર), ખોડિયાર તળાવ (રાજપરા ખોડિયાર,તા.શિહોર), ભિકડા હેડ વર્ક (ભિકડા ,તા.ઘોઘા), ભિકડા કેનાલ (ભિકડા ,તા.ઘોઘાથી બોરતળાવ ભાવનગર સુધી), અકવાડા મેઇન તળાવ (અકવાડા ગામ,ભાવનગર), ગંગાજળિયા તળાવ (ઘોઘા ગેટ, ભાવનગર), નારી મેઇન તળાવ (નારી ગામ,ભાવનગર), ઝાંઝરિયા તળાવ (ઝાંઝરિયા હનુમાનજી મંદિર,આધેવાડા,ભાવનગર), હજૂરિયા તળાવ (રુવા ગામ,ભાવનગર), પુર્ણા તળાવ (રુવા ગામ,ભાવનગર), ટબૂડી તળાવ (આધેવાડા,ભાવનગર), ફૂલજરિયા તળાવ આધેવાડા (આધેવાડા,ભાવનગર), રૂવાપરી મંદિર તળાવ (રૂવાપરી મંદિર,ભાવનગર), માલેશ્રી તળાવ/ચેકડેમ (અકવાડા,ભાવનગર), જત વસાહત તળાવ-૧ અકવાડા (અકવાડા,ભાવનગર), જત વસાહત તળાવ-૨ અકવાડા (અકવાડા,ભાવનગર), તરમસીયા તળાવ (તરમસિયા તળાવ,ભાવનગર), નારી-કરદેજ રોડ તળાવ (નારી ગામ,ભાવનગર), ચાકુ તલાવડી (ઘોઘા રોડ,ભાવનગર), પિંગળી સિંચાઇ યોજના,ઉતાવળી નદી (પિંગળી ગામ,તા.તળાજા,જિ.ભાવનગર), માલણ સિંચાઇ યોજના,માલણ નદી (મોટા ખૂંટવટા ગામ,તા.મહુવા,જિ.ભાવનગર), રોજકી સિંચાઇ યોજના,રોજાકી નદી (થોરાળા ગામ,તા.મહુવા,જિ.ભાવનગર), બગડ સિંચાઈ યોજના, બગડ નદી (સમઢીયાળા પટ્ટી,તા.મહુવા, જિ.ભાવનગર), રંઘોળા સિંચાઇ યોજના,રંઘોળી નદી (રંઘોળા ગામ,તા.ઉમરાળા,જિ.ભાવનગર), રંઘોળા સિંચાઇ યોજના ડાબા કાંઠા નહેર (ઉમરાળા,શિહોર,જિ.ભાવનગર), કાળુભાર સિંચાઇ યોજના ડાબા કાંઠા નહેર (ઉમરાળા,વલભીપુર,જિ.ભાવનગર), અકવાડા બંધારા (અકવાડા,ભાવનગર), હાથબ બંધારા (હાથબ ગામ,જિ.ભાવનગર), માલણ બંધારા (મહુવા બંદર,તા.મહુવા,જિ.ભાવનગર), નિકોલ બંધારા (નિકોલ ગામ,તા.મહુવા,જિ.ભાવનગર), કળસાર બંધારા (કળસાર,તા.મહુવા,જિ.ભાવનગર), અધેવાડા રીચાર્જ રીઝર્વોયર (આધેવાડા,ભાવનગર), ગરીબપૂરા રીચાર્જ રીઝર્વોયર (ગરીબપુરા,તા.ઘોઘા,જિ.ભાવનગર), ભવાનીપુરા રીચાર્જ રીઝર્વોયર (ભવાનીપુરા,તા.તળાજા,જિ.ભાવનગર), માલણકા રિચાર્જ ટેન્ક (માલણકા,તા.જિ.ભાવનગર), તણસા રિચાર્જ ટેન્ક (તણસા,તા.ઘોઘા,જિ.ભાવનગર), સાણોદર રિચાર્જ ટેન્ક (સાણોદર,તા.ઘોઘા,જિ.ભાવનગર), ઝાંઝમેર ચેકડેમ (ઝાંઝમેર,તા.ઉમરાળા,જિ.ભાવનગર), રતનપર ચેકડેમ (રતનપર,તા.ઉમરાળા,જિ.ભાવનગર), ચોગઠ ચેકડેમ (ચોગઠ,તા,ઉમરાળા,જિ.ભાવનગર), લોલિયાણા ચેકડેમ (લોલિયાણા,તા.વલભીપુર,જિ.ભાવનગર), તોતણીયાળા ચેકડેમ (તોતણીયાળા,તા.વલભીપુર,જિ.ભાવનગર), ચડા ચેકડેમ (ચડા,તા.વલભીપુર,જિ.ભાવનગર), મેલાણા ચેકડેમ (મેલાણા,તા.વલભીપુર,જિ.ભાવનગર), પીપરલી-૨ ચેકડેમ (પીપરલી,તા.ઉમરાળા,જિ.ભાવનગર), ઉમરાળા-૧ ચેકડેમ (ઉમરાળા,તા.ઉમરાળા, જિ.ભાવનગર), સમઢીયાળા ચેકડેમ (સમઢીયાળા,તા.ઉમરાળા,જિ.ભાવનગર), દરેડ-૧ ચેકડેમ (દરેડ, તા.વલભીપુર,જિ.ભાવનગર), દરેડ-૨ ચેકડેમ (દરેડ,તા.વલભીપુર,જિ.ભાવનગર), પીપળ ચેકડેમ-કાનપર (પીપળ-કાનપર,તા.વલભીપુર,જિ.ભાવનગર), ખેતાટીંબી ચેકડેમ (ખેતાટીંબી,તા.વલભીપુર,જિ.ભાવનગર), હડમતીયા ચેકડેમ (હડમતીયા,તા.વલભીપુર,જિ.ભાવનગર), નસીતપર ચેકડેમ (નસીતપર,તા.વલભીપુર જિ.ભાવનગર), વલભીપુર ચેકડેમ (વલભીપુર,તા.વલભીપુર,જિ.ભાવનગર), લૂણધરા ચેકડેમ (લૂણધરા,તા.વલભીપૂર,જિ.ભાવનગર), કાનપર ચેકડેમ (કાનપર,તા.વલભીપુર,જિ.ભાવનગર), માલપરા ચેકડેમ (માલપરા,તા.વલભીપુર,જિ.ભાવનગર), લીંબડા ચેકડેમ (લીંબડા,તા.વલભીપુર,જિ.ભાવનગર), શેત્રુંજી નદી અને ડાબા તથા જમણા કાંઠાની કેનાલો (શેત્રુંજી સિંચાઇ યોજના,નાની રાજસ્થળી,પાલિતાણા), ખારો નદી અને ડાબા કાંઠા કેનાલ (ખારો સિંચાઇ યોજના,સોનપરી,પાલિતાણા), રજાવાળ નદી અને ડાબા તથા જમણા કાંઠાની કેનાલો (રજાવળ સિંચાઇ યોજના, માંડવડા,પાલિતાણા), હણોલ સિંચાઇ યોજના, રજાવળ નદી (હણોલ,તા.પાલિતાણા), લાખણકા સિંચાઇ યોજના,માલેશ્રી નદી (બુધેલ,તા.જી.ભાવનગર), હમીરપરા સિંચાઇ યોજના,ઉતાવળી નદી અને ડાબા કાંઠા કેનાલ (હમીરપરા,તા.તળાજા,જી.ભાવનગર), જસપરા માંડવા સિંચાઇ યોજના જસપરી નદી (માંડવા,તા.તળાજા,જી.ભાવનગર), ખંઢેરા બંધારા, ગોપનાથ બંધારા, અલંગ બંધારા, જસપરા બંધારા, સમઢીયાળા રિચાર્જ રીજવીર્યર, બપાડા રિચાર્જ ટેન્ક, ઇશોરા-૧ રિચાર્જ ટેન્ક, બેલા રિચાર્જ ટેન્ક, નાની બાબરીયાત રિચાર્જ ટેન્ક, મણાર રિચાર્જ ટેન્ક, માખણીયા ચેકડેમ,શેત્રુંજી નદી (માખણીયા,તા.તળાજા,જી.ભાવનગર), તળાજા ચેકડેમ, શેત્રુંજી નદી (તળાજા,તા.તળાજા,જી.ભાવનગર), માખણીયા-૧ ચેકડેમ,શેત્રુંજી નદી (માખણીયા-૧,તા.તળાજા,જી.ભાવનગર), હબુકવડ ચેકડેમ,શેત્રુંજી નદી (હબુકવડ,તા.તળાજા,જી.ભાવનગર), રોયલ ચેકડેમ,શેત્રુંજી નદી (રોયલ,તા.તળાજા,જી.ભાવનગર) વગેરે જેવા જળાશયોનો સમાવેશ થાય છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.