Abtak Media Google News

પ્રેમ પ્રકરણના કિસ્સાઓ આપણે દરરોજ સંભાળતા જ હોય છે. ત્યારે ભાવનગર જીલ્લામાં એક તરફી પ્રેમપ્રકરણના કારણે ચકચાર મચી જવા પામી છે. ભાવનગરમાં જેસર તાલુકાના ભાણવડીયા ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર અચાનક જ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરતા યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ભાવનગરના જેસર તાલુકાના ભાનવડીયા ગામે રહેતા ચંદ્રીકાબેન મનુભાઇ ગોહીલ ઉ.વ 23 નામની યુવતી પોતાની બહેનપણીઓ સાથે સવારે મજૂરી કામે જતી હતી. તે દરમિયાન રસ્તામાં એક યુવકે તેને આંતરી તેના માથાના ભાગે લોખંડના પાઇપના ઘા ઝીંકી કરી હત્યા કરી હતી. જ્યારે સાથે રહેલી અન્ય યુવતીઓ પણ તેને બચાવવા જતા તેના પર પણ હુમલો કરી હત્યારો આશિક નાસી છૂટ્યો હતો.

અંદાજીત એક વર્ષથી આ યુવક મૃતક યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. અને જે અંગે યુવતી ના પાડતી હોય જેથી વારંવાર પાછળ આવી પરેશાન અને ધમકી આપતો હતો. એક તરફી પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યાની ઘટનામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને યુવતીની લાશને પીએમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ થોડા દિવસ પહેલા જેસરના ઇટિયા ગામે હત્યાની ઘટના બની હતી ત્યાં ફરી બીજી હત્યાની ઘટનાથી મચી ચકચાર જ્યારે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ ઊઠ્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.