ભાવનગર LCBનો સપાટો: ૧૧,૬૮,૯૪૦નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૧૮,૫૧,૦૦૦/-ની નોકર ચોરીનાં ગુન્હાનાં આરોપીને રોકડ રૂ.૧૧,૩૮,૯૪૦/- સહિત કુલ રૂ.૧૧,૬૮,૯૪૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર, વિજયરાજનગર,આદિત્ય કોમ્પ્લેકસમાં આવેલ શ્રી હરિ જેમ્સવાળા મનિષભાઇ હરેશભાઇ ધામેલીયા રહે.કાળીયાબીડ, ભાવનગરવાળાએ તેની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતાં મેનેજર વિવેક મનજીભાઇ દિયોરા રહે.ભાવનગરવાળો ગઇ તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ હિરાનાં કારીગરોનાં પગાર માટે ઓફિસની તિજોરીમાં રાખેલ રોકડ રૂ.૧૮,૫૧,૦૦૦/-ની ચોરી કરી ભાગી ગયેલ હોવા અંગેની ફરિયાદ જાહેર કરતાં નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૨૦૬૨૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ- ૩૮૧ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સાગરભાઇ જોગદિયા પો.હેડ કોન્સ., એલ.સી.બી.,ભાવનગર નાંઓને મળેલ માહિતી મળેલ કે, આ ગુન્હાનાં કામનાં આરોપી વિવેક મનજીભાઇ દિયોરા રહે.વિદ્યાનગર, ભાવનગરવાળો ભાવનગર, યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ વિશાલા પાર્ક સામે ઝાડવા નીચે બેઠો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વિવેક મનજીભાઇ દિયોરા ઉ.વ.૩૩ ધંધો- હિરાની ઓફિસમાં મેનેજર તરીકે રહે.મકાન નં.૧૧૧,અભિષેક બિલ્ડીંગ, વિદ્યાનગર, ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેની પાસે રહેલ કાર્બન બ્લેક કલરનાં થેલામાંથી કુલ રૂ.૧૧,૩૮,૯૪૦/-નાં દરની અલગ-અલગ ભારતીય ચલણી નોટો તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૬૮,૯૪૦/- નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી તેને આગળની કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.