Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળમાં બાળકોના શિક્ષણને ખૂબ જ નુકસાન થયું છે. વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું જેનાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી જાય નહીં. ઓનલાઈન ભણવું અને ભણાવવું આ બંને કાર્ય અઘરા હતા. તેમાં ખાસ કરીને શિક્ષકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બાળકોને એક એવા મધ્યમથી ભણાવતા હતા જેમાં બાળકોને સમજાય છે કે નહીં તે જાણવું ખૂબ અઘરું હતું.

Whatsapp Image 2021 08 10 At 2.00.08 Pm

કોરોના કાળમાં અપાયેલા ડિજિટલ શિક્ષણ,E-Content નિર્માણ, શૈક્ષણિક Youtube ચેનલ, GIF ફાઈલ, PPT, FLIPBOOK, Application, એનિમેશન વીડિયો બનાવીને ખુબજ સરાહનીય કાર્ય કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે ટીચરની આ શ્રેષ્ઠ કામગીરી બદલ એકસેલેન્સ એવોર્ડ- 2021 આપવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી ઓલ ઈન્ડિયા કક્ષાએ આપવામાં આવે છે.

આ રાષ્ટ્રકક્ષાના એવૉર્ડમાં સમગ્ર ભારતમાંથી કુલ 463 શિક્ષકમિત્રોનો સમાવેશ થયેલો હતો.. તેમાંથી નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ ને top 21માં સ્થાન પામી સમગ્ર ભાવનગર જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે. આ તકે તમામ શિક્ષકમિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.