Abtak Media Google News

દેશને ગ્રીન એનર્જીનો પથ દર્શાવશે ગુજરાત

પરમાણું ઉર્જાનો મહત્વનો સ્ત્રોત યુરેનિયમનો જથ્થો મર્યાદિત: CSMCRIના શિલ્પી કુશવાહાએ પોલિમર નેનોરિંગ્સનો ઉપયોગ કરી પાણીના માઘ્યમથી યુરેનિયમને અલગ તારવ્યું: યુવા વૈજ્ઞાનિકનો એવોર્ડ એનાયત

આજના 21મી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. ટેકનોલોજીની સાથે સાથે પર્યાવરણને સુસંગત વિકાસ પણ જરૂરી છે. આમ હાલ મોટા ભાગના ઔદ્યોગિક એકમો તેમજ સરકારી ગ્રીન એનર્જી, ક્લીન  એનર્જી પર ભાર મૂકી રહી છે. સમગ્ર વિશ્વ માટે પણ ઉર્જા ભવિષ્યની સ્વચ્છ ઉર્જા તરીકે સ્વીકાર્ય બની રહી છે ત્યારે ઊર્જાના પ્રાથમિક સ્ત્રોત એવા યુરેનિયમ માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે. આજના સમયમાં જે દેશ પાસે પરમાણુ ઉર્જા વધુ તેમ એ દેશ વધુ શક્તિશાળી એવી માન્યતા બંધાઈ છે. ત્યારે પરમાણુ શક્તિ વિકસાવવા પર દરેક દેશ ભાર મૂકી રહ્યો છે. અને આ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે યુરેનિયમ. જે મર્યાદિત જથ્થામાં ઉપયોગી છે. આવર્ત કોષ્ટકનું આ 92મુ તત્વ ખૂબ ઉપયોગી છે જે જમીન, દરિયાઇ પાણી, પેટાળ માંથી મળી આવે છે પરંતુ તેના માટે એક ચોક્કસ પદ્ધતિ હોય છે.

યુરેનિયમ સીધુ જ નથી મળતું તેને અલગ અલગ માધ્યમથી પ્રોસેસિંગ દ્વારા અલગ પાડવામાં આવે છે. આ માટેના અલગ અલગ રસ્તાઓ પર છેલ્લા ઘણા સમયથી સંશોધન થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર સ્થિત વૈજ્ઞાનિક સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મહિલા વૈજ્ઞાનિક શિલ્પી કુશવાહાએ યુરેનિયમના વિઘટનની નવી શોધ કરીને માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશને ગ્રીન ઉર્જા ક્લીન ઉર્જાનો પથ દર્શાવ્યો છે. તેમણે દરિયાના પાણી માંથી યુરેનિયમ મેળવવાની એક પદ્ધતિ શોધી કાઢી છે. દરિયાના પાણી અને એ સીધી તત્વોને પોલિમર નેનોરીંગના ઉપયોગથી નવી પદ્ધતિ શોધી છે.

દુનિયા માટે આશીર્વાદરૂપ બની બની રહેનારી દરિયાના પાણી માંથી યુરેનિયમ અલગ તારવવાની શોધ બદલ કુશવાહાને યુવા વિજ્ઞાન પરિતોષિક યંગ સાયન્સ એવોર્ડથી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સન્માનિત કર્યા છે. પોતાના પ્રતિભાવમાં વૈજ્ઞાનિક શિલ્પી કુશવાહાએ જણાવ્યું હતું કે ભારત માટે અત્યારે વિકલ્પ ઉર્જા સ્ત્રોત અને ખાસ કરીને સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતની જરૂર છે. પેરિસ કલાઈમેન્ટ ચેન્જ કરાર અનુસાર વિશ્વએ વાતાવરણમાંથી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે વધુને વધુ કલીન એનર્જીના ઉપયોગ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ અને આ માટે યુરેનિયમની ભવિષ્યમાં ખૂબ જ જરૂર પડશે.

પૃથ્વીના પેટાળમાં યુરેનિયમનો જથ્થો મર્યાદિત છે ત્યારે સમુદ્રના પાણીમાંથી યુરેનિયમનો જથ્થો પ્રાપ્ત કરવો તે આવશ્યક બની રહ્યો છે. ભવિષ્યમાં આવનાર વર્ષમાં જ્યારે યુરેનિયમનો જથ્થો મર્યાદિત બની જશે ત્યારે યુરેનિયમના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ આશીર્વાદરૂપ બનશે. ભૂગર્ભજળ, ખાણકામ અને હવે દરિયાના પાણી માંથી યુરેનિયમ મેળવવાનો એક નવો રસ્તો ભારતીય વૈજ્ઞાનિક શિલ્પી કુશવાહાએ દુનિયાને બતાવ્યો છે. જે બદલ તેમને યુવા વૈજ્ઞાનિક એવોર્ડથી ગઈકાલે સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.