Abtak Media Google News

અભિનેતા સની દેઓલની ફિલ્મ “ભૈયાજી સુપરહીટ બનીને તૈયાર છે. આ ફિલ્મમાં એક્શન કોમેડી બંનેનો ડોઝ છે. ફિલ્મનું નિર્દેશન નિરજ પાઠકે કર્યુ છે. નિર્માતા ચિરાગ મહેન્દ્ર ધારીવાલદ છે. ફિલ્મમાં સની દેઓલ ડબલ રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મ ૧૪મી સપ્ટેમ્બરના રોઝ રિલીઝ થશે. સની સાથે પ્રિતી ઝીંટા, અમિષા પટેલ, અરશદ વારસી અને શ્રેયસ તળપદે મહત્વના રોલમાં છે. પ્રિતી આ ફિલ્મ થકી ચાર વર્ષ પછી પરદા પર જોવા મળશે.

અમીષા પણ પાંચ વર્ષથી એકેય ફિલ્મમાં જોવા મળી નથી. સનીએ અગાઉ પણ યમલા પગલા દિવાના સિરીઝમાં કોમેડી કરી છે. જો કે તે તેના ઢાઇ કિલો ફેઇમ એક્શનને કારણે વધુ જાણીતો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.