Abtak Media Google News

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન જન જીવન ઠપ થઈ ગયું હતું. આવા કપરા સમયમાં જરૂરિયાત મંદને મદદ માટે તંત્ર, લોકો, NGO અને સંસ્થાઓ આગળ આવી હતી. હવે હાલ કોરોના વાયરસના બે તબ્બકા ખતમ થઈ ગયા અને ત્રીજી લહેર આવી શકે છે. જયારે ત્રીજી લહેરને લઈ ભેસાણ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ આર્થિક સહાય કરી છે.

ભેસાણ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ભેસાણ તથા આસપાસના જિલ્લાના લોકો માટે કોરોનાની બીજી લહેર દરમિયાન નમૂનારૂપ કાર્ય કરનાર સેવા ભાવિ સંસ્થા અને સંભવિત ત્રીજી લહેર સામે જરૂરી વ્યવસ્થાના ભાગરૂપે 2 લાખની વધારે રકમની સહાય કરી છે.

Bhesan 01કોરોનાની પહેલી લહેર વખતે પણ શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો એક દિવસનો પગાર આપ્યો હતો. બધાનો એક દિવસનો પગાર મળી ને કુલ 4 લાખથી વધુની રકમ થઈ હતી. જયારે જૂનાગઢ જિલ્લા સહીત અન્ય જિલ્લાના લોકો માટે સરાહનીય કોવીડ કેર આઇસોલેશન સેન્ટર ચલાવનાર સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓને ભેસાણના શિક્ષકોએ સ્વૈચ્છિક 1000 રસ એકત્રિત કરી 2 લાખથી વધુ રકમ આપી છે.

આ પ્રસંગે ભેસાણ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી અનિલ પટેલ, BRC બાબુ ભલગરીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ મહાસંઘના અધ્યક્ષ સુરેશ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભરત કહોર અને મહામંત્રી બાઘુ ડોબરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભેસાણ તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘના પ્રમુખ નરેન્દ્ર ભુવા, અને મહામંત્રી ગૌતમ જેઠવા, પ્રાથમિક શિક્ષક ઉતકર્ષ મંડળના પ્રમુખ ચુનીલાલ વાઘેલા અને મંત્રી કે કે ચાવડા વગેરે સંઘના હોદેદારો અને તમામ પે સેન્ટરના આચાર્યઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.