ભૂજ અચલગચ્છ જૈન સંઘને 30 વર્ષ પછી મળ્યો મુનિ ભગવંતોના ચાતુર્માસનો લાભ

ભુજ અચલગચ્છ જૈન સંઘને પ.પૂ. મુનિરાજ રાજરતસાગરજી મ.સા. આદિઠાણા -9નું ચાતુર્માસ મળતાં શ્રી સંવમાં હર્ષોનાદઆનંદ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. ત્રીસ – ત્રીસ વર્ષ પછી ભુજ અચલગચ્છ જૈન સંઘને મુનિભગવંતોનું ચાતુમાંસ પ્રાપ્ત થયું છે. પૂજ્યશ્રીઓએ ભુજ અચલગચ્છ જૈન સંઘ પ્રાંગણેચાતુમાં પ્રવેશ કરતાં તેઓનું ઢોલ શરણાઇના સૂરો સાથે શાનદાર સામૈયું કરવામાં આવેલ.

પ.પૂ. આ.ભ. શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા., મુનિભગવંતો, સાધ્વીશ્રી ભગવંતોએ પણ આ પ્રસંગને હરખભેર વધાવવા ઉપસ્થિતિમા આપી હતી. સાફામાં સંજ સમાજનાં યુવાનો, શણગારેલા બેડામાં સુશોભિત બાલિકાઓ , ગહુંલીથી સત્કાર કરતા શ્રાવિકાઓ, દુપટોપૂરી શ્રાવકો તથા શેરડી વૃક્ષોથી પૂજ્યશ્રીઓનું ભાવભર્યું સત્કાર કરવામાં આવેલ હતુ.

પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, હિતેનભાઇ દેઢીયા, ભાવેશભાઇ છેડા, વિશનજીભાઈ દેઢીયા, પ્રેમચંદુભાઇ દેડીયા, હિતેશભાઇ હરિયા, બંસીભાઇ છેડા, લીરેશ લોડાયા, લક્ષ્મીચંદ છેડા, નવિનભાઇ દેડીયા, ચિંતલભાઈ વોરા, દિપક લાલન, કિશોરભાઈ સાયા, પ્રબોધ મુનવર, હીરાચંદ છેડા, ભુપેશ શાહ, દિલીપ મોતા, હંસાબેન છેડા તથા શ્રાવક શ્રાવિકા સ્વાગત યાત્રામાં જોડાયા હતા. જિનાલયે દર્શન કરી પૂજ્યશ્રીઓએ જૈન વંડા મધ્યે માંગલિક શ્રવણ કરાવ્યું હતું . ભુજ અચલગચ્છ જૈન સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઇ દામજી શાહે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો.

પૂ. ના.ભ.  કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિરાજ શ્રી પ્રિયંકરસાગરજી મ. સા., પૂ. મુનિરાજ શ્રી ભાગ્યોદયસાગરજી મ. સા., પૂ . મુનિરાજ શ્રી કલ્પતરૂસાગરજી મ. સા. ચાતુર્માસની પ્રેરણારૂપ સમજ પૂરી પાડી હતી . રાજકોટથી આવેલા તેરાપંથના શ્રમણ શ્રુતપ્રજ્ઞશ્રીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું .

ગુરૂપૂજન ચડાવાનો લાભ મુલચંદજી વડેરા – આડમેર હાલે સુરતવાલાએ જયારે કામળી વહોરાવવાનો લાભ મુલચંદજી વડેરા, રતનલાલજી બોહરાએ લીધો હતો. શાંતસુધારસ ગ્રંથ વહોરાવવાનો લાભ સરસ્વતીબેન ચમનલાલ શાહ પરિવારે તેમજ સુરસુંદરી અમરકુમાર ચરિત્ર વહોરાવવાનો લાભ માનવંતીબેન ચમનલાલ પરિવારે લીધો હતો . કાર્યક્રમનું સંચાલન પી.સી. શાહે કર્યું હતું . વ્યવસ્થામાં હર્ષદ શાહ અને કાર્યકરોએ સહકાર આપ્યો હતો. વ્યવસ્થામાં મહેન્દ્રભાઇ ડી. શાહ, પી.સી. શાહે, ભરત બાબુલાલ, ચન્દ્રકાન્ત ખેતશી, રમેશ માણેકલાલ, દિપક નાનાલાલ, હર્ષદ બાબુલાલ, ભરત ચમનલાલ, રાજેશ ચમનલાલ તથા સર્વે કાર્યકર ભાઈ – બહેનોએ સહકાર આપ્યો હતો.