Abtak Media Google News

જી -20 ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા.7 થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને જી-20 સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કાર્યક્રમની તૈયારી અંગે ધોરડો ખાતે વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજી વ્યવસ્થા અંગે ચર્ચા કરી

જી-20 સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરી, અરવિંદસીંઘ, મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટર રાધા કટયાલ નારંગ, જી-20 સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, ઓએસડી લેફટન્ટ કર્નલ  ડબલ્યુ.ડી.સીંઘ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા હતા. જી-20 પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી.

આ બાદ કેન્દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત મામલે કલેકટર દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જી-20 પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.