Abtak Media Google News

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત ગુજરાતને રૂ.687.80 કરોડની ફાળવણી

રાજકોટ જીલ્લાના બે તાલુકા ઉપલેટા તથા રાજકોટને બીજા તબક્કામાં આવરી રૂ.કુલ 34.81 કરોડ ફાળવવામાં આવ્યા

અબતક-રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સમર્થક નેતૃત્વમાં ભારત વર્ષની વિકાસયાત્રા અકલ્પનીય અને પ્રશંસનીય રહી છે.ગુજરાતના ખેડૂતો પર અનરાધાર વહાલ વરસાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (ઠ.ઉ.ઈ.2.0) અંતર્ગત ગુજરાત રાજ્યને 687.80 કરોડ ફાળવણી કરવામાં આવી, તે અંતર્ગત રાજકોટ જીલ્લાના 2 તાલુકાઓ ઉપલેટ તથા રાજકોટને બીજા તબક્કામાં આવરી રૂ.કુલ 34.81 કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.

આમ સમગ્ર ગુજરાતમાં 2,92,367 હેક્ટર ખેતીની જમીનમાં આ યોજનાથી લાભ થશે. આ યોજનાથી આશરે 3 લાખ હેક્ટર ના વિસ્તાર જેટલી ખેતીની જમીનમાં જળ સંચય વધશે. પાકની ઉત્પાદકતા તથા ગુણવત્તામાં વધારો થશે. ખેડૂતો તથા જમીન વિહોણા ખેત મજૂરોની આવકમાં વધારો થશે તથા રોજગારીમાં વધારો થશે. આ યોજના થી વિસ્તારમાં સંર્વાગી વિકાસ થશે અને વિકાસના નવા શિખર પર ગુજરાત પહોંચશે.રાજકોટ તાલુકામાં હેક્ટર દીઠ 28 હજાર લેખે કુલ 6522 હેકટરમાં 18.26 કરોડની ફાળવણી તથા ઉપલેટા તાલુકામાં હેક્ટર દીઠ 22 હજાર લેખે કુલ 7824 હેકટરમાં 16.55 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

આ અન્વયે રાજકોટ તાલુકાના બારવણ, ચાચડીયા, રફાળા, બેડલા, ફાડદંગ, ડેરોઈ તથા હડમતીયા (ગોલીડા) તથા ઉપલેટા તાલુકાના ગામો સાવડી, મોટી પાનેલી, ખારચિયા, હરીયાસણ, જાળ આમ રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના 8 ગામ તથા ઉપલેટા તાલુકાના 5 ગામનો આ તબક્કામાં સમાવેશ કરેલ છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ કૃષિ કલ્યાણકારી નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.આમ “સમૃધ્ધ ખેતી થકી સમૃધ્ધ દેશ” સૂત્ર કેન્દ્રની મોદી સરકાર તથા ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઇના નેતૃત્વવાળી હાલની સરકાર સાર્થક કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.