Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારું ગામ કોરોના મુકત’ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ન પ્રસરે તે માટે આપેલા નિર્દેશોને ઘ્યાનમાં રાખી રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે પંચાયતના સભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શ્રેણીબઘ્ધ બેઠકો યોજી ગામડાઓને કોરોના મુકત કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. અને તેમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ સતત પ્રયાસો કરી રહી છે. આ આયોજનના જ ભાગરુપે પ્રમુખ ભૂપતભાઇ બોદરે એક જ દિવસમાં પાંચ જુદા જુદા ગામોનો પ્રવાસ કર્યો હતો અને તમામ ગામોને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરાવ્યા હતા.

જેમાં બેડલા ગામ ખાતે ભુપતભાઇ બોદરે બેડલા ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય કેન્દ્ર તેમજ કોવિડ કેર સેન્ટરમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. બેડલા ગામને કોરોના સંક્રમણથી અટકાવવા ગામને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ડો. દિપાબેન બોરીયાને હાલની કોરોના પરિસ્થિતિને ઘ્યાનમાં લઇ સંક્રમણ અટકાવવા માટે જરુરી તકેદારી રાખવા પરામર્શ તેમજ સુચના આપી હતી. આ પ્રસંગે ગ્રામજનોને રસી મુકાવવા માટે ભુપતભાઇ બોદર દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બેડલા ગામના સરપંચ કિશોરભાઇ બોદર, ગામના સ્થાનીક આગેવાનો ભીખાભાઇ ગોવાણી, ધીરુભાઇ રામાણી, વિઠ્ઠલભાઇ બોદર, મુળજીભાઇ બોદર, નવધણભાઇ મકવાણા, ગઢકા ગામના સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, રસિક ખુટે, મહેશભાઇ ઉપરાંત હિસાબી અધિકારી ભુવા, વિકાસ અધિકારી પી.સી. પરમાર, વિસ્તરણ અધિકારી કે.બી. જાડેજા વગેરે હાજર રહ્યા હતા. તેમજ ફાડદંગ ગામ ખાતે ભુપતભાઇ બોદર અને તેમની ટીમે ફાડદંગ ગામની મુલાકાત લીધી હતી અને ગામને સંપૂર્ણપણે સેનેટાઇઝર કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. રફાળા ગામમાં પણ સંપૂર્ણ સેનેટાઇઝેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ભુપતભાઇ બોદર તથા ગ્રામજનોનેરસી મુકવવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ રમેશભાઇ કીયાડા, હરેશભાઇ સોજીત્રા, કેયુરભાઇ ઢોલરીયા, મહેશભાઇ આટકોટીયા, રસિકભાઇ ખુટ, હરિભાઇ બોદર, કલ્પેશભાઇ રૈયાણી અને જગદીશભાઇ સોજીત્રા સહીતના અગ્રણીઓ ઉ5સ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગોલીડા ગામ ખાતે ભુપતભાઇ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી અને આખા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીરાભાઇ વાઘેલા, થોભણભાઇ આટકોટીયા, રણજીતભાઇ ખાચર, મહેશભાઇ આટકોટીયા, કલ્પેશભાઇ રૈયાણી, રસિકભાઇ ખુંટ અને કેયુરભાઇ ઢોલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક દ્વારા સંસદસભ્ય તરીકેની તેમની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર હેઠળની ગોંડલ, જેતપુર, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાને ઓકિસજન તેમજ બેઝીક લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા સાથેની એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ ગોંડલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટજીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, જીલ્લા ભાજપ ના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને જીલ્લાના અન્ય આગેવાનો સાથે ગોંડલના આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.