વિવિધ સેવાકાર્યો થકી લોકસેવાના કાર્યને આગળ ધપાવતા ભૂપતભાઈ બોદર, આગોતરા આયોજન અંગે આપ્યું માર્ગદર્શન

0
96

સરધાર ગામે ઓકિસજન હાઉસ, ગ્રામ પંચાયત, ઓફીસ તથા શાંતીધામની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિને પહોચી વળવા આગોતરા આયોજન અંગે માર્ગદર્શન આપ્યું

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર એ કોરોના મહામારી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ત્રંબા ગામની પીએચસી સેન્ટર તથા ત્રંબા ગામે શરૂ કરાયેલ કોવીડ કેર સેન્ટર તથા મહિકા ગામે ચાલુ કરેલ કોવીડ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરી હતી તે દરમ્યાન ત્રંબા ગામની સંપૂર્ણ સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાયેલ હતી. તેમજ આ પ્રવાસ દરમ્યાન મહિકા, કાળીપાટને વડાળી ગામને પણ સંપૂર્ણ સેનીટાઈઝ કરાવાની કામગીરી પણ હાથ ધરાયેલ હતી. તેમજ હજુ કસ્તુરબાધામ સીટના બાકી ગામોને સેનીટાઈઝ કરાવા અંગેની આગળની કાર્યવાહી ચાલુ કરાયેલ હતી. આ દરમ્યાન ભુપત બોદરે ત્રંબા ગામના પીએચસીની મુલાકાત દરમ્યાન પીઓચસીનાં ડોકટર ડો. સરોઝબેન જેતપરીયા તથા આરોગ્ય કર્મચારી સાથ હાલની કોરોના મહામારી સંદર્ભે પીએચસી સેન્ટરમાં થતી સારવાર અંગે સમીક્ષા કરેલ હતી. તેમજ ત્રંબાગામમાં શરૂ કરાયેલ કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈ કોવીડ કેર સેન્ટરની વ્યવસ્થા તેમજ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી માટે વધુ સારી સેવા કરવા અંગે ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો તથા આરોગ્ય કર્મચારી સાથે પરામર્શ કરી દર્દીઓની જરૂરી સેવા તથા સગવડતા ઉપલબ્ધ કરાવવા જણાવેલ હતુ.

આ કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં સક્રિય સેવાયજ્ઞમાં ત્રંબા સરપંચ નિતિનભાઈ રૈયાણી ઉપસરપંચ મનુભાઈ નસીત, ધવલભાઈ માંગરોલીયા, કલ્પેશભાઈ રૈયાણી, મનુભાઈ ત્રાપસીયા વગેરે ગામના આગેવાનોએ ઉતમ સેવા પ્રદાન કરેલ હતી. તેમજ ત્રંબા ભાવનગર હાઇવે પર આવેલ આકાશ દીપ ડાયમંડ જુબેલી ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલીત કોવિડ કેર ખુલ્લુ મુકાયું હતું. આ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાના સક્રિય સેવાયજ્ઞ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નુરુદ્દીનભાઇ બુધ વાણી મન્સુરભાઇ લાલાણી, બરકતભાઇ ગીલાણી, ફીરોજભાઇ ગીલાણી તથા મિથુન પ્રેમાણી તથા તેજાણીના સધન પ્રયાસોથી કાર્યરત થયેલ. આ તકે ત્રંબા સરપંચ નીતીનભાઇ ગઢકા સરપંચ કેયુરભાઇ, રસીકભાઇ વગેરે આગેવાનો ઉ5સ્થિત રહેલા હતા. આ તકે ભુપત બોદર પ્રમુખ જીલ્લા પંચાયત રાજકોટએ સર્વે ટ્રસ્ટીઓ તથા મહાનુભાવોનો આ સેવાયજ્ઞ બદલ આભાર વ્યકત કર્યો હતો.

મહિકા ગામના કાર્યક્રમમાં સરપંચ બાબુભાઇ મોલીયા, રસીકભાઇ ખુંટ, ભરતભાઇ મોલીયા, ભરતભાઇ ખુંટ, પ્રવીણભાઇ ખુંટ, નીલેશભાઇ મોલીયા, કેયુરભાઇ ઢોલરીયા, હરીભાઇ બોદરે, છગનભાઇ સખીયા વગેરે આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા. તેમજ ભુપતભાઇ બોદર દ્વારા સરધાર ગામે ઓકસીજન હાઉસ, ગ્રામ પંચાયત ઓફીસ તેમજ શાંતિધામથી મુલાકાતથ લઇ હાલના સમયની પરિસ્થિતિને પહોંચી વળતા જરુરી આગોતરા આયોજન અંગે રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનભાઇ પાણ સરપંચ પીન્ટુભાઇ ઢાકેચા, મંત્રી હિતેશભાઇ તથા સરધાર ગામના આગેવાનઓ સાથેબેઠક કરી હતી. તેમજ સરધાર ગામના સ્વામીનારાયણ મંદીર ખાતે બાલ સ્વરુપ સ્વામી તથા પતિત પાવન સ્વામીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તેમજ ભુપત બોદર તથા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ ઢાકેચાએ મંદિરની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે તથા તેના સગા વહાલા સાથે મુલાકાત કરી તેઓની ખબર અંતર પૂછી જલદી સારા થવા શુભકામના આપી દુખમાં ભાગીદાર થયા હતા.

ઉપરોકત સર્વે મહાનુભાવોને કોરોનાના આ વિકટ પરિસ્થિતિમાં લોકસેવાના આ ભગીરથ કાર્યને અવિરત આગળ ધપાવવા તથા આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી થવા બદલ સર્વેનો ભૂપત બોદરએ અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here