Abtak Media Google News

અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ પણ રહ્યા ઉપસ્થિત

ભુપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ રહ્યા હાજર: પીએમ મોદીએ પણ પાઠવી શુભેચ્છા

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2:20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ સહિત ભુપેન્દ્ર પટેલનો પરિવારની ઉપસ્થિતમાં શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં છે. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતાં. શપથવિધી દરમિયાન રહ્યો હતો.  આરએસએસ, વીએચઆપ, એબીવીપી સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે હાજર રહ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયાં છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

પદનામિત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ કર્યા પૂર્વે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. નવા વરાયેલા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપવા માટે હરિયાણા અને ગોવાના મુખ્યમંત્રી સહિત ચાર રાજ્યનાં મુખ્યપ્રધાન સહિત કેન્દ્રમાં નવા વરાયેલા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાસ વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલનાં આશીર્વાદ લીધા હતા.

ગાંધીનગરમાં રાજભાવન ખાતે રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા જ ભુપેન્દ્ર પટેલે પોતાની કામગીરી શરૂ કરી હતી. સૌરાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે પરિસ્થિતિ બગડતા તેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું જ નહિ પરંતુ ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તમામ સહાય પુરી પાડવા સૂચનો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.