Abtak Media Google News
હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે નિયુકત કરાયેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત વિધાન સભાની ચુઁટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેડ જીત મળી છે. ગઇકાલે ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેતા રાજયપાલ દ્વારા 14મી વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. આગામી સોમવારે નવી સરકારની શપથ વિધી યોજવાની છે દરમિયાન આજે સવારે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષામાં અને કેન્દ્રીય નીરીક્ષક સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીપુરપ્યા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની વિશેષ ઉ5સ્થિતિમાં મળેલી બેઠકમાં ભાજપના 156 ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આગામી સોમવારે ભુપેન્દ્રભાઇ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે.

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યના નેતાની નિયુકિત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુઁડાની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામ)ં આવી હતી. આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રતિક પરથી ચુંટાયેલા તમામ 156 ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવતાની સાથે જ ભારત માતા કી જય વંદે માતરમ, ભુપેન્દ્રભાઇ તુમ આગે બઠો જેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભાજપના ટોચના નેતાઓએ ભુપેન્દ્રભાઇને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપ હાઇ કમાન્ડ દ્વારા સપ્ટેમ્બર-2021માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજયભાઇ રૂપાણીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયા વિધાનસભા  બેઠક પરથી જીતી ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ભુપેન્દ્રભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી. તેઓએ ગઇકાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. દરમિયાન આજે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે ફરી એકવાર ભુપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. આગામી  સોમવાર બપોરે ગાંધીનગરમાં સચિવાલય સ્થિત હેલીપેડ બપોરે ર કલાકે નવી સરકારની શપથ વિધી સમારોહ યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા નવી સરકાર રચવા, મંત્રી મંડળ બનાવવા માટે ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

  • સરપંચથી લઇ સાંસદ સુધી તમામને શપથ વિધીનું નોતરૂ
  • જનસંઘના અગ્રણી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતનાને શપથ વિધી સમારોહમાં હાજરી આપવા આમંત્રણ અપાયું

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે રાજયના નવા મુખ્યમંત્રી તરીકે આગામી સોમવારે ભુપેન્દ્રભાઇ પટેલ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉ5સ્થિત રહેવા માટે ગ્રામ પંચાયતના સરપંચથી લઇ સાંસદ સુધીના નેતાઓને પ્રદેશ ભાજપ દ્વારા નોતરુ મોકલવામાં આવ્યું છે.

ઐતિહાસિક જીત બાદ ઐતિહાસિક શપથ વિધીના સાક્ષી બનવા માટે તમામને હોંશભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી સોમવારે ગાંધીનગરમાં સચિવાલય સ્થિત હેલી પેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા શપથ વિધી સમારોહમાં હાજરી આપવા માટે પક્ષના પ્રદેશ, જિલ્લા અને મહાનગરના હોદેદારો, મોરચાના પ્રદેશ, જિલ્લા અને મહાનગરોના હોદેદારો, જનસંઘ સમયના અગ્રણીઓ, ભાજપના જિલ્લા અને મહાનગરોની કારોબારીના સભ્યો, વર્તમાન અને પૂર્વ સંસદસભ્ય વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને મહાનગરના સેલના સંયોજકો, સ્થાનીક સ્વરાજયની સંસ્થાના ચુંટાયેલા તમામ સભ્યો, જિલ્લા અને તાલુકા સ્તરની સરકારી સંસ્થાઓના ચેરમેન, વાઇસ ચેરમેન, અને ડિરેકટરો, મંડલના પક્ષના હોદેોદારો, મંડલના પક્ષના કારોબારી સભ્યો, મંડલના તમામ મોરચાના હોદેદારો તથા ગ્રામ પંચાયતના સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથ વિધીમાં ઉ5સ્થિત રહેનારા અગ્રણીઓએ સોમવારે 10 વાગ્યા સુધીમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી પ્રવેશ પાસ મેળવી લેવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.