Abtak Media Google News

ભારતીય ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમાર રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં મસ્લસ ખેંચાયા પછી મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાની જીત પછી કેપ્ટન વિરાટ કોહલીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઈન્જરીના કારણે ભુવનેશ્વર આગામી 2-3 મેચ નહીં રમી શકે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શમી આગામી બે મેચમાં ટીમનો હિસ્સો બનશે.

ભુવનેશ્વરની ઈજાની ગંભીરતા એ વાતથી મેળવી શકાય છે કે, તે તેની ત્રીજી ઓવર પણ પૂરી નહતો કરી શક્યો અને બે બોલ નાખીને મેદાનમાંથી બહાર થઈ ગયો હતો.

મેચ પછી કોહલીએ કહ્યું છે કે, ભુવનેશ્વર બોલિંગ વખતે એક ફૂટમાર્ક પર લપસી ગયા હતા. તેઓ બેથી ત્રણ મેચ રમી શકશે નહીં પરંતુ તેઓ આ ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પણ સમયે ટીમમાં પાછા જોડાઈ જશે. તે અમારા માટે ખૂબ મહત્વના બોલર છે. કોહલીએ કહ્યું કે, શમી ટીમમાં જગ્યા મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે (22 જૂન), વેસ્ટઈન્ડિઝ સામે (27 જૂન) અને ઈંગ્લેન્ડ સામે (30 જૂન)ના રોજ છે. આ સંજોગોમાં ટીમ ઈન્ડિયા માટે આ બીજુ મોટું નુકસાન છે. શિખર ધવન પહેલેથી જ અંગુઠામાં ફ્રેક્ચર થયું હોવાથી ટીમની બહાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.