મોટા શહેર કે નાના ગામ… ગુંજે છે ભાજપનું નામ

પ્રદેશ ભાજપ સાંસ્કૃતિક  સેલ દ્વારા જે.પી. નડ્ડાના રાજકોટ પ્રવાસ દરમિયાન મોદી-ગરબા ગીતોનું કરાયું લોન્સીંગ

રાજકોટ શહેર ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક તેજશ શીંશાગીયા અને વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનાના રાજકોટ પ્રવાસ દરમ્યાન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલજી તેમજ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા અને રાજયના કેબીનેટ મંત્રી ઓ અને પ્રદેશ ભાજપ અગ્રણી ઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના છ ગીતોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ સાંસ્કૃતિક સેલ ધ્વારા એરપોર્ટ ખાતે જે.પી. નડ્ડાજીને આવકારવા સાંસ્કૃતિક સેલ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે પ્રદેશ ભાજપ  સાંસ્કૃતિક સેલ ધ્વારા ખાસ તૈયાર કરાયેલ આ ગીતો યોગેશભાઈ ગઢવી અને પ્રદેશ ભાજપ સાંસ્કૃતિક સેલના ક્ધવીનર જનકભાઈ ઠકકર ધ્વારા ખાસ તૈયાર કરાયેલ આ ગીતો એરપોર્ટ ખાતે ઉપસ્થિત જનમેદની સમક્ષ્ા વગાડીને સૌને સંભળાવવામાં આવ્યા હતા.

આ તકે ડો. મનોજ જોષી મન  ધ્વારા લિખિત મોદીજીના હૈયે બસ એક જ છે આરત, આખા જગમાં ઝળહળ ઝળહળે ભારત ગરબો જાણીતા ગીતાબેન ચૌહાણે સ્વર આપ્યો છે અને મયુર હેમંત ચૌહાણે સંગીત આપ્યુ છે. પાર્થ ભરત ઠકકરના સંગીતમાં નવલી નવરાતની રઢિયાળી રાત છે, મોદી સાહેબના ગુજરાતની વાત છે એવો આધુનિક ગરબો પાર્થિવ ગોહિલના સ્વરમાં ગવાયો છે.

મનુભાઈ રબારી ધ્વારા લિખિત અને સંગીતબધ્ધ હે મારે કરવી વિકાસની વાતો, આવ્યા નોરતાની રાતો ગરબામાં દિવ્ય ચૌધરીએ કંઠ આપ્યો છે. તો મનુભાઈ રબારીની દેશી રચના હે ભાજપ ને મોદીજીનું કામ બોલે છે, દુનિયાભરમાં ભારતનું નામ બોલે છે ગરબો મહેશસિંહ સોલંકી ધ્વારા સ્વરબધ્ધ થયો છે. તો હે…. આ તો સાવજ છે ગુજરાતી રાજ, સૌ ના વ્હાલા મોદી જી આ ગરબો પ્રહર વોરા અને હેમાલી વ્યાસના સ્વરમાં સ્વરબધ્ધ થયો છે. તો સંજય પટેલના લાલન મ્યુઝીક ધ્વારા મોટા શહેર કે નાના ગામ, ગુંજે છે ભાજપનું નામ઼.. ભાજપ કરે સૌના કામ઼. જયશ્રી રામ માં ગીત સંગીત અને સ્વર અમિત બારોટના છે.