12 હજાર ચો.મી. જગ્યા ઉપર ખડકાયેલ 5 ઈંટોના ભઠ્ઠા અને 7 જેટલા ઝુંપડા-મકાનોનું દબાણ દૂર કરતા તાલુકા મામલતદાર

મોટા મવામાં રૂ. 120 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર આજે તાલુકા મામલતદારની ટિમ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં 12 હજાર ચો.મી. જગ્યા ઉપર ખડકાયેલ 5 ઈંટોના ભઠ્ઠા અને 7 જેટલા ઝુંપડા-મકાનોનું દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

રાજકોટ તાલુકાના મોટા મવા ગામના સરકારી સર્વે નં.180 પૈકી, ફાઇનલ પ્લોટ નં. 62/9 ની 12000 ચો મી જેટલી જગ્યા ઉપર દબાણ ખડકાયેલ હોય તાલુકા મામલતદાર કે.કે. કરમટા દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપી મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ અંદાજિત 120 કરોડ રૂપિયાની આ સરકારી જમીન ઉપર આજરોજ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા પરથી 5 જેટલા ઈંટોના ભઠ્ઠા અને 7 થી 8 જેટલા નાના મોટા મકાન અને ઝૂંપડા નું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મામતદાર કે કે કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, તલાટી કલ્પનાબેન ગોર અને પોલીસ સ્ટાફ રોકાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.