Abtak Media Google News

રિલાયન્સે ગુરુવારે 44 મી વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે, ‘ઓછી કિંમતના Jio-ગૂગલ લો-કોસ્ટ સ્માર્ટફોન Jio Phone Nextને 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘Jio Phone Next સ્માર્ટફોન લોન્ચ કરવાથી એવા વપરાશકર્તાઓને મદદ મળશે કે જેમણે ઝડપી ઇન્ટરનેટ ગતિનો અનુભવ કર્યો નથી.’

રિલાયન્સની આ જાહેરાત પછી તરત જ સુનીલ મિત્તલની આગેવાનીવાળી ટેલિકોમ કંપની એરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘નવા સ્માર્ટફોનના લોન્ચિંગથી એરટેલના 2G વપરાશકર્તાઓની આવક પર કોઈ અસર નહીં પડે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અપગ્રેટ ફોનની તલાશ કરવા વારા લોકો 7000થી વધુ કિંમતના ફોન લેવાનું પસંદ કરે છે.’

એરટેલે વધુમાં જણાવ્યું હતું કે, ‘તે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા માટે ઉપકરણ ઉત્પાદકો સાથે કામ કરવાનું ચાલુ રાખશે. અને આમ કરવાથી, તે તેના તમામ ભાગીદારોના પ્રયત્નોને મજબૂત બનાવશે.’ અહેવાલ મુજબ એરટેલ અને વોડાફોન આઈડિયાના લગભગ 300 મિલિયન 2G વપરાશકર્તાઓ છે, જે તેમની આવકના પ્રવાહ માટે મહત્વપૂર્ણ છે. એરટેલ અને VI 4G સેવાઓ માટે 2G અને 3G એયરવેવ્સમાં સુધારો કરી રહ્યા છે.

એરટેલના CEO સુનીલ મિત્તલે તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘આ બહુ દુઃખની વાત છે કે, બે ખાનગી ટેલિકોમ પ્રદાતાઓના કારણે ભારતના ટેલિકોમ બજારમાં ઘટાડો નોંધાયો છે. એક સમયે દેશમાં બાર ઓપરેટરો હતા.’ મિત્તલની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે ટેલિકોમની વિશાળ કંપની વોડાફોન આઈડિયા અથવા VI રોકાણકારોને શોધવાની કોશિશ કરતી હતી અને આ સાથે બજારમાં તેની નાણાકીય સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.