Abtak Media Google News
રાજ્ય સરકારે ગેરકાયદે દારૂની ધમધમતી ફેક્ટરી અંગે શું કાર્યવાહી કરી એક સપ્તાહમાં જવાબ રજુ કરવા આદે
પંજાબ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવતું હોવાથી ડ્રગ્સ અને દારૂના નશાથી યુવાનોને બચાવવા સરકારની જવાબદારી

પંજાબમાં વર્ષ-2020માં હૂચ દુર્ઘટનામાં અમૃતસર અને ગુરદાસપુરમાં 120 લોકોના થયેલા મોત બાદ પંજાબમાં ગેરકાયદે રીતે ધમધમતી દારૂની ફેક્ટરી પર કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી સંદર્ભે બે જજની ડિવિઝન બેંચે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

વધુ વિગત મુજબ પંજાબમાં ચાલતી ગેરકાયદે દારૂની ફેક્ટરીઓ મોટી સમસ્યા બની ગઇ છે. સરકાર માટે પડકાર બની હોવાનું સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એમ.આર.શાહ અને સી.ટી.રવિકુમારની ખંડપીઠે પંજાબ સરકારની આ છાપ દુર કરવા શું કાર્યવાહી કરી તે અંગે પંજાબ સરકાર વતી સિનિયર એડવોકેટે અજીતસિંહએ છેલ્લા બે માસમાં સરકાર દ્વારા 13 હજાર ગેરકાયદે દારૂના એકમો બંધ કરાવી રૂા.20 કરોડનો દંડ વસૂલ કર્યાનો જવાબ રજૂ કર્યો હતો.

હૂચ દુર્ઘટના જેવી બીજી દુર્ઘટના પંજાબમાં બંને તેની શું સરકાર રાહ જોવે છે. તેઓ સુપ્રિમ કોર્ટની ખંડપીઠ દ્વારા સવાલ ઉભો કરી દારૂની ગેરકાયદે ફેક્ટરી પર અસરકારક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના જવાબમાં સરકાર વતી ઉપસ્થિત સિનિયર એડવોકેટ સિન્હાએ આ અંગે સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરી અને સઘન જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવવામાં આવી હોવાનો બચાવ રજૂ કર્યો હતો તેમજ સરકાર દ્વારા આ બાબતે વધારાનો પોલીસ સ્ટાફને કાર્યવાહી સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પંજાબ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરનું રાજ્ય હોવાથી ડ્રગ્સ અને ગેરકાયદે દારૂનો કાળો કારોબાર વધ્યો છે. આ બાબતને સુપ્રિમ કોર્ટે ગંભીરતા લઇ યુવાનોને ડ્રગ્સ અને દારૂના વ્યસનથી બચાવવાની સરકારની જવાબદારી ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.