ગુજરાતને મોટી રાહત: છેલ્લાં 24 કલાકમાં નવા કેસને ઓવરટેક કરતો રીક્વરી રેટ !!

0
123

ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું: લાંબા સમય બાદ
સંક્રમિતોની સંખ્યા કરતાં સાજા થવાનો આંકડો વધ્યો

ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ… છેલ્લા દોઢેક માસ જેટલા સમયથી કોરોના વાયરસની બીજી લહેરે રાજયભરમાં હાહાકાર મચાવી દીધો છે. પરંતુ હવે વાયરસનો આ ગ્રાફ મંદ પણ નોંધનીય ગતિએ નીચે સરકી રહ્યો છે. જેના પગલે સતત દોડધામ કરી રહેલા તંત્ર તેમજ આરોગ્ય અને સમાજ સેવા કરતી ટીમે રાહતનો શ્ર્વાસ લીધો છે. પરંતુ વાયરસનો મંદ આંક ગુજરાતમાં નોંધાયો છે. વકરતી સ્થિતિ દેશના અન્ય રાજયોમાં યથાવત જ છે. જે હજુ પણ ચિંતામય છે. કોરોનાની પરિસ્થિતિમાં ભારત અને ગુજરાતની સ્થિતિ જાણે વિપરિત દિશામાં જઈ રહી હોય તેમ ગુજરાતનાં કુલ નવા કેસમાં ઘટાડો તો થયો જ છે. પણ આ સાથે રીકવરી રેટ પણ ફાસ્ટ થઈ રહ્યો છે. જયારે અન્ય રાજયોમાં કોરોનાનો ભરડો યથાવત છે. ગુજરાત રાજયમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસને રીકવરી રેટએ ઓવરટેક કરી લીધું છે. એટલે કે પ્રથમ વખત રાજયમાં કોરોનાના નવા કેસ કરતા સાજા થવાનો દર વધુ નોંધાયો છે. ગત દિવસે કુલ નવા કેસ 12,990નોંધાયા તો સામે કુલ 12,995 દર્દીઓ સાજા થયા.

રાજ્યમાં નવા 12,955 કેસ નોંધાયા તો સામે પ્રથમ વખત સૌથી વધુ 12,995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજ્ય આરોગ્ય વિભાગએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 12,955 ફ્રેશ કેસ નોંધાયા છે. જ્યારે 12,995 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 133 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. નવા કેસો અને જાનહાનિના ઉમેરા સાથે, ગુજરાતમાં  કેટલાક અઠવાડિયા પછી રિકવરી સંખ્યા એક દિવસમાં નવા કેસની સરખામણીએ વધી ગઈ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,77,391 દર્દીઓ સાજા થતાની સાથે રિકવરી રેટ નજીવો સુધરીને 75.37 ટકા થયો છે. જ્યારે આ સરખામણીએ વાત કરીએ સમગ્ર દેશની તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 4.13 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 4000 જેટલા દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના દરરોજ નવો આંકડો પાર કરી રહ્યો છે. અને આ સ્થિતિ હાલ પણ યથાવત જ છે જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકની થઈ  છે. પૂર્વોત્તરમાં  પશ્ચિમ બંગાળની પણ હાલત ખરાબ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here