Abtak Media Google News
  • 1993 મુંબઇ બ્લાસ્ટ બાદ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી વિદેશ ભાગી ગયા’તા
  • ગુજરાત એટીએસની ટીમે ચારેય આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા: બ્લાસ્ટમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો’તો

ગુજરાત એન્ટી ટેરીરીઝમ સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે. 12મી માર્ચ 1993ના મુંબઇ બ્લાસ્ટમાં વોન્ટેડ આરોપીઓ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ચાર સાગરીતોને અમદાવાદથી દબોચી લીધા છે. ગુજરાત એટીએસની ટીમે બ્લાસ્ટ બાદ વિદેશ નાસી ગયેલા અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીને પકડી લીધા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મુંબઇ બ્લાસ્ટમાં 250થી વધુ બેગુનાહ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 800 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના ફરાર વોન્ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બ્લાસ્ટ કર્યા બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્યા હતા.

વધુ મળતી વિગત મુજબ, ગુજરાત એટીએસએ અબૂ બકર, યુસૂફ ભટાકા, શોએબ બાબા અન સૈયદ કુરેશીને ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, આ લોક અમદાવાદમાં રહી રહ્યા છે. નેશનલની એજન્સીઓ પણ આમની પર નજર નાંખીને બેઠી હતી.

12મી માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે દિવસે મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્યે જ ભૂંસી શકાય છે. આ દિવસે આર્થિક રાજધાની મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટને આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800 થી વધારે લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા હતા.

ગુજરાત એટીએસ ટીમે ઝડપી પાડેલા વોન્ટેડ અબૂ બરકરનું નામ દાઉદના મુખ્ય માણસોમાં લેવાય છે. બ્લાસ્ટ પહેલા પણ મિટિંગ દાઉદના મુંબઇના ઘરે અને અબૂ બકરની હાજરીમાં કરવામાં આવી હતી. આ તમામ વોન્ટેડ શખ્સો એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલતા રહેતા હતા. આ લોકોના પાસપોર્ટ પર નામ સરનામું બધુ નકલી હતુ. આ લોકોની પહેલા ખરાઇ કરવામાં આવી જે બાદ જાણ થઇ કે, આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.