Abtak Media Google News

સટોડિયા અને ક્રિકેટના બુકીઓને હચમચાવી નાખનાર વર્ષ 2000નો મેચ ફિક્સિંગ પ્રકરણનો મુખ્ય આરોપી સંજીવ ચાવલાને એક વર્ષની અંદર જ ભારત લાવવામાં આવીયો હતો, અને આ સાથે ભારત સરકારને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની દાણચોર ગેંગ કિંગપિનને ભારત લાવવામાં મોટી સફળતા મળી છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ કાર્ટેલના 38 વર્ષીય કિનપિંગ કિશન સિંહને લંડનથી ભારત લાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, બ્રિટીશ નાગરિક કિશન સિંહ, જે રાજસ્થાનનો છે, ભારતીય અધિકારીઓના કહેવાથી બ્રિટિશ અધિકારીઓએ 23 ઓગસ્ટ 2018 ના રોજ ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. બે વર્ષની કાનૂની લડત બાદ આખરે ભારત સરકારને કિશનસિંહને ભારત લાવવામાં સફળતા મળી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિશનસિંહને રવિવારે રાત્રે લંડથી ભારત લાવવામાં આવ્યો હતો. હવે અહીં તેની વિરુદ્ધ કેસ ચાલશે. 2019માં, વેસ્ટમિંસ્ટરની કોર્ટે કિશનને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કિશનને ભારતમાં સુનાવણીનો સામનો કરવો પડશે.

ઇટીના રિપોર્ટ મુજબ કિશનસિંહને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. તેમણે પોતાના પ્રત્યર્પણને એમ કહીને ભારત ના આવવા પર દલીલ કરી કે, જો તેને ભારત મોકલવામાં આવશે તો અહીં તેને ન્યાય નહીં મળે. જોકે, યુકેની કોર્ટે તેની અરજી નામંજૂર કરી હતી.

તમને જણાવી દઈએ કે કિશન સિંહ પર રેવ પાર્ટીઓમાં ઉપયોગ લેવામાં આવતી ‘મ્યાઉ-મ્યાઉ’ એટલે કે મેફેડ્રોન દવાઓ સપ્લાય કરવાનો આરોપ હતો. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એથ્લેટ અને કોમનવેલ્થ ગેમ્સના રજત પદક વિજેતા હરપ્રીત સિંહને પોલીસે ફેબ્રુઆરી 2017માં ધરપકડ કરી હતી. કિશનસિંહના બે કથિત સાથી અમનદીપ સિંહ અને હર્નીશ સરપલને પણ પોલીસે દિલ્હીથી 25 કિલો મેફેડ્રોન સાથે ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.