Abtak Media Google News

700 થી વધુ બાઇક સાથે રાજકોટ અને અમરેલી બન્ને જિલ્લા પાટીદાર જોડાશે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે કડવા પાટીદાર યુવા સંગઠન

અમરેલી જિલ્લા કડવા પાટીદાર યુવા સંગઠન-રાજકોટ દ્વારા સમાજ જાગૃતિ માટે એક બાઈક રેલીનું તારીખ 2/4/23 ના રોજ રવિવારે સવારે રાજકોટ થી લીલીયા મંદિર (અમરેલી) સુધી આયોજન કરેલ છે  ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા નરેશભાઇ ધોરી જણાવ્યું હતું કે, જેના રુટ માં રાજકોટ અને અમરેલી એમ બંને જિલ્લાના પાટીદારના ગામડાને આવરી લેવાશે જે  રાજકોટથી શરુ થઇ ગઢકા, સરધાર, આટકોટ, બાબરા, ગળકોટડી,ચાવંડ,લાઠી, વરસડા, ઈશ્વરીયા, અમરેલી, લાલાવદર, સલડી અને ઉમિયાધામ (લીલીયા-અમરેલી) સુધીની બાઈક રેલી સવારે 5:30થી માં અંબિકા મંદિર -અંબિકા ટાઉનશિપ થી શરૂ થઇ બપોરે  લીલીયા મદિરે પહોંચશે.

જેમાં આશરે અમરેલી સુધીમાં 700 બાઈક સાથે સમસ્ત   સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ ના યુવાનો જોડાશે. રજત જયંતિ મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમ  પાટીદાર  સમાજ ને સામાજિક,  વૈચારીક તેમજ આધ્યાત્મિક કાંતિ તરફ દોરી જશે જેમાં સમસ્ત પાટીદાર સમાજની શક્તિ -સંગઠન અને સેવા જેવી બાબતોનું નિરૂપણ આ મહોત્સવમાં  થશે. આ રેલીના આયોજક સ્વરૂપે અમરેલી જિલ્લા કડવા પાટીદાર યુવા સંગઠન -રાજકોટ તથા સહયોગી સંસ્થા તરીકે સીદસર ઉમિયા મંદિર , શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ)-રાજકોટ ,ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ ,ક્લબ યુવી- રાજકોટ ,ઉમિયા પરિવાર પદયાત્રી સંસ્થા ,  લીલીયા મંદિર-અમરેલી તેમજ  અમરેલી જિલ્લા કડવા પટેલ 52 ગામ સંગઠન  વગેરે  સંસ્થા ભાગ લેશે.માં ઉમિયાની રજત જયંતિ મહોત્સવ 2023માં  સમસ્ત  સમાજને આ ઉત્સવમાં જોડાવા અને  મા ઉમિયાના દર્શનાર્થે  આવવા માટે સમાજના તમામ વર્ગના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માટે સંપર્ક કમલેશભાઈ મો.નં. 9998557377, વિજયભાઈ મો.નં. 9173022322 પર કરવો.

‘અબતક’ની શુભેચ્છા મુલકાતે નિકુંજભાઈ ક્લોલા, નરેશભાઈ ધોરી,અજયભાઈ મુળસાનીયા,કૌશિકભાઈ  દલસાનીયા ભાવેશભાઈ વામજા જયેશભાઈ કાવથીયા ચિંતનભાઈ ચાંગેલા ભવદીપભાઈ  દલસાનિયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.