Abtak Media Google News

સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠા જિલ્લામાં ચોરીના કેસ વધી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં આકાશ ગંગા કોમ્પ્લેક્સની બહાર બાઈક ચોરીની ઘટના બની છે. આ ઘટનામાં ધોળા દિવસે બસ સ્ટેન્ડ પાસે ચોરી કરતાં એક બાઈક શખ્સ કેમેરામાં કેદ થયો છે. આ શખ્સ કોઈનું ધ્યાન ન હોય તે રીતે સરળતાથી પાર્કિંગમાંથી બાઈક ચોરી કરીને લઈ જાય છે.તે પોતાના આ કાર્ય કરવામાં સફળ થયો હતો.

આ શખ્સને પોલીસે પકડવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલીસને નિષ્ફતા પ્રાપ્ત થઈ હતી. બાઈક ચોરતો વ્યક્તિ CCTV કેમેરામાં કેદ થયો છે. બાઈક માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરાઈ જવાની ફરિયાદ નોંધાવી છે. વાઇરલ થયેલ વીડિયોમાં એ વ્યક્તિ કોઈનાઆસપાસ ના હોવાની રાહ જોવે છે ત્યારે પાછા ફોન પાર વાત કરત હોય છે. અને જ્યારે કોઈ આસપાસ નથી દેખાતા ત્યારે એ મોકાનો ફાયદો ઉઠાવીને ત્યાંથી બાઈક સાથે ફરાર થઇ જાય છે.

સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે આ ઘટના ને પગલે પોલીસે આગળની તાપસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.