Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના દાયરામાં પુન: વિચાર કરવા અરજી કરી

વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીશ બાનુએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી 11 આરોપીઓને છોડી દેવા સામુ પુનવિચાર કરવા અપીલ કરી છે. ગોધરા કાંડ પછી ગુજરાતમાં કોમ્યુનલ તોફાનો ફાટી નીકળ્યા હતા, આ તોફાનો દરમિયાન 3 માર્ચ 2002 ના રોજ દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીશ બાનુના પરિવાર ઉપર હુમલો કર્યો હતો.

બિલ્કીશ બાનુને સમયે પાંચ મહિનાનો ગર્ભ હતો. પરંતુ ટોળાએ કોઇપણ પ્રકારની દયા રાખ્યા વગર સામુહિક દુષ્કર્મ આચાર્યુ હતું એટલું જ નહીં બીલ્કીશ બાનુના પરિવારના સભ્યોની પણ હત્યા કરી હતી. આ અંગે 11 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ સામેના કેસમાં હાઇકોર્ટે તમામને નિર્દોષ છોડી દેવાયો હતો. આ હુકમ સામે બિલ્કીશ બાનુએ સુપ્રિમ કોર્ટમાં આ કેસમાં પુન: વિચારણા કરવા અરજી કરી છે.

આ બાબતે દેશની વડી અદાલતે એવું  જણાવ્યું હતું  કે 1992 માં બનેલા નિયમો આરોપીઓ સામે લાગુ પડશે. બિલ્કીશ બાનુના વકીલ બીલ્ટીંગ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. ચીફ જસ્ટીસે એવું કહું કે તે આ મુદ્દાની તપાસ કરાવશે, એ પણ નકકી કરશો કે આ બન્ને અરજી એક સાથે ચલાવી શકાય છે કે કેમ? એટલું જ નહી એક જ બેંચ સમક્ષ આ બન્ને અરજીની સુનાવણી થઇ શકે છે કેમ? તે પણ તપાસ કર્યા પછી નિર્ણય લેવાશે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે 13 મેના રોજ સુપ્રિમ કોર્ટે એક અરજી પર સુનાવણી દરમિયાન એવું જણાવ્યું હતું કે સજા 2008 મળી છે, એટલે છુટકારા માટે વર્ષ 2014માં ગુજરાતમાં બનેલા કઠોર નિયમ લાગુ પડશે નહીં. 1992ના નિયમ જ લાગુ પડશે. આ મુજબ ગુજરાત સરકારે 14 વર્ષની સજા કાપી ચૂકેલા લોકોને છોડી દીધા હતા. બિલ્કીશે એવી અરજી કરી છે કે હવે મુંબઇમાંથી આ કેસ ચલાવવામાં આવે અને આરોપીઓને નિર્દોશ છોડી દેવા હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.