પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બિલ ગેટસ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

અમેરિકાના ફોર્બ્સ મેગેઝીને બહાર પાડી યાદી

૫ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપતિ સાથે બિલ ગેટસ દુનિયાના સૌથી ધનાગઢ બની ગયા છે. જયારે બિઝનેસમેન અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન ધનાઢયોની યાદીમાં નીચે ગયું છે.

વિશ્ર્વની સૌથી મોટી આઈ.ટી.કંપની માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સ અગાઉ પણ વિશ્ર્વના ધનપતિ નં.૧ બની ચુકયા છે. તેમણે ફરી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સ મેગેઝિને ધનાઢયોની બહાર પાડેલી યાદીમાં પ્રથમ સ્થાને બિલ ગેટસ, બર્કશાયર હથવેના ચીફ વોરન બફેટ બીજા સ્થાને અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ત્રીજા સ્થાને ફેસબુકના ક્રિયેટર માર્ક ઝુકરબર્ગ ચોથા સ્થાને, ઓરેકલના કો ફાઉન્ડર લેરી એલિસન પાચમાં સ્થાને છે.

અમેરીકામાં ૫૬૫ બિલિયોનર છે. જયારે ચીનમાં ૩૧૯ બિલિયોનર છે. જર્મનીમાં ૧૧૪ બિલિયોનર છે. આ સિવાય ટોપ-૧૦ ધનાઢયોમાં સ્પેનના અમાન્કીઓ ઓર્ટેગા, મેકિસકોના કાર્લોસ સ્લિમ, ચાર્લ્સ ડેવિડ કોચ, બ્લૂમ બર્ગના માઈકલ બ્લૂમ બર્ગ સામેલ છે. ફોર્બ્સની ધનાઢયોની યાદીમાં અમેરીકાના આઈટી, રીયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટના બિઝનેસમેન સૌથી વધુ છે.