Abtak Media Google News

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અન્વયે યુઝડ (વપરાયેલ) કુકીંગ ઓઈલ (દઝીયુ તેલ)ના સંભાળ તથા નિકાલ અંગે રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ બાયોડીઝલ એસોસિએશન ઓફ ઈન્ડિયા તથા રાજકોટ મહાનગરપાલિકા / જીલ્લાના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૧૨/૨૦૧૮ ના રોજ સેમીનાર યોજાયેલ હતો. આ સેમીનારમાં ૫૭ ફરસાણ ઉત્પાદનના યુનીટોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. જેના ભાગરૂપે ફરસાણના ઉત્પાદકો વપરાય ગયેલ તેલનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે બાયોડીઝલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા RUCO (Repurpose Used Cooking Oil)રાજકોટ શહેર તથા જીલ્લાના ફરસાણ ઉત્પાદકો પાસેથી યુઝડ કુકીંગ ઓઈલ (દાઝીયું તેલ) લઈ જવાની જેમાંથી બાયોડીઝલ બનાવવાની કામગીરી ચાલુ કરેલ છે. આ માટે વેપારીઓને ૨૫ TPCસુધીના તેલ માટે ૩૦ રૂ.+ GSTપ્રતિ કિલો તેલ માટે નિયત કરેલ હતી.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ મુજબ ફરસાણ તળવા માટેના ખાદ્ય તેલની ટોટલ પોલાર કમ્પાઉન્ડ ૨૫ થી વધારે હોય તેવા ઉપયોગ પર પ્રતિબંધ છે.  ફરસાણ વારંવાર અને લાંબો સમય તળવાથી તેલ કાળુ પડી જાય છે અને ધુમાડા ઉત્પન્ન થાય છે. દાઝીયા તેલની ગુણવત્તા TPC(ટોટલ પોલર કમ્પાઉન્ડ) ના અંકથી થાય છે. TPC૨૫ થી વધારે હોય તે તેલ વાપરવા યોગ્ય નથી. ૨૦ સુધીના TPC તેલયુ ફરસાણ આરોગ્યને નુકસાન થતું નથી. RUCOદ્વારા પ્રમાણીત કરવામાં આવેલ જે તે એજન્સીના પ્રતિનિધિ આપની રૂબરૂ મુલાકાત કરે છે અને તેની વેબસાઇટ/એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી જે તે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને રજીસ્ટર થયા પછી તેઓ પોતાની પાસે કેટલું બળેલું તેલ છે તેનો જથ્થો નાંખશે અને RUCOના પ્રતિનિધિ આવી TPC માપી વજન કરી જેટલો જથ્થો થાય તેટલા જથ્થાનું ચુકવણું 7 daysમાં ઇલેક્ટ્રોનીક (ઓનલાઇન) કરી જે તે વેપારીના ખાતામાં જમા કરાવશે. આવી રીતે આ પધ્ધતિથી કામ કરશે. તેલની ગુણવત્તા તથા જથ્થાના આધારે ભાવ નકકી કરવામાં આવશે. આ કામગીરી માટે કંટેઈનર કંપની દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ અંગે વિશેષ માહિતી માટે મોહિતભાઈ ગર્ગ (મો.નં.-૯૭૧૦૦૪૯૨૨૦) નો સંપર્ક કરવાનો રહેશે. બળેલું તેલ ખાદ્ય પદાર્થમાં ફરી વાપરવામાં આવે અને TPC૨૫ થી વધારે માત્રાવાળું હોય તો તે FSSAI૨૦૦૬ અન્વયે ગુનો બને છે અને તેમાં રૂ.૨ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.