Abtak Media Google News

દરેક વિકૃત વર્તન હંમેશા ગાંડપણ નથી હોતું, ક્યારેક એ ચેતાસંચારકો મા ઉભી થયેલ ગડબડ નું પરિણામ પણ હોય છે.કોઈ પણ વિકૃત વર્તન પાછળ ત્રણ પરિબળો કાર્યરત હોય છે સામાજિક, મનોવૈજ્ઞાનીક અને જૈવીક. આ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોષીના માર્ગદર્શનમાં શીતલ લોઢિયા અને ડાભી હેતલે રસપ્રદ માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કર્યો.

મનોવિજ્ઞાન ભવનના વિધાર્થીની શીતલ લોઢીયા અને
હેતલ ડાભી વિકૃત વર્તન વિષય પર વિવિધ માહિતી એકઠી કરી સર્વે હાથ ધર્યો

જૈવીક તત્વોની વાત કરીએ તો માનવીના શરીરમા અનેક ગ્રંથિઓ અને ચેતાસંચારકો આવેલા છે. જયારે આ સંચારકોમા વધારો કે ઘટાડો થાય છે ત્યારે તે સંચારક  પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકતું નથી અને તેના થી કેટલીક વિકૃતિઓ  જન્મે છે જેમકે એડ્રેનલીનનો સ્ત્રાવ એ વ્યક્તિ ને ભય જનક સ્થિતમાં “લડો અથવા ભાગો” માટે તૈયાર કરે છે પણ જો તેના સ્ત્રાવમાં વધારો થાય તો તેના કારણે ડિપ્રેશન, વિકૃત ચિંતા અનિન્દ્રા જેવી વિકૃતિઓ જન્મ લેછે. આવા સમયે મનોવૈજ્ઞાનિક રિલેક્સશન પદ્ધતિઓ, યોગા અને ઘ્યાન તેમા સુધારો લાવી શકાય છે. તેવીજ રીતે જયારે શરીર મા ડોપમાઇનનું પ્રમાણ ઘટી જય છે તો વ્યક્તિ મા પાર્કિંસન, ડિપ્રેશન અને અઉઇંઉ  જોવા મળે છે.

તેના જેવો જ઼ બીજો સંચારક ૠઅઇઅ જે  મગજના ચોક્સ સંકેતોને અવરોધે છે. ૠઅઇઅના સ્ત્રાવમા ઘટાડો થતા વ્યક્તિમા પાર્કિંસન, હાયપર એકટીવીટી, વિકૃત ચિંતા, મૂડ ડિસોર્ડર તેમજ ઓટીજમ જેવી વિકૃતિઓ જોવા મળે છે.

શરીરના વિવિધ સ્રાવો મુજબ થતા શારીરિક-માનસિક ફેરફારો

ગ્લુતામેંટના સ્ત્રાવમાં વધારો થવાંથી સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન, ઓટીઝમ અને ઘઈઉ જેવી વિકૃતિ જોવા મળે છે જેના ઉપચાર માટે યોગ્ય આહાર અને રિલેક્ષેશન પદ્ધતિનો ઉપયોગ ઉત્તમ ગણાવી શકાય.ઓક્સિટોસીનનું સ્તર જયારે નીચું જય ત્યારે વ્યક્તિમા વ્યસન, વિકૃત ચિંતા, ઓટીઝમ ડિપ્રેશન અને ઙઝજઉ(ઉત્તર આધાત તણાવ વિકૃતિ) જોવા મળે છે. ઓક્સિટોસીન નું પ્રમાણ વધારવા માટે યોગા, આર્ટ, મ્યુઝિક જેવી પદ્ધતિના ઉપયોગ થી વધારી શકાય: છે.

નોરએડ્રિનલીન એક એવુ સંચારક છે જૈ વ્યક્તિને તણાવની સ્થિતિમાં લડવા માટે શક્તિ આપે છે તેથી તેનો સ્ત્રાવ તણાવની સ્થિતિમા વધી જાય છે અને નિંદર જેવા શાંતિના પળોમાં ઘટી જય છે, જયારે નોરએડ્રિનલાઇન નું પ્રમાણ વધી જાય છે ત્યારે વ્યકિતમાં વિકૃત ચિંતા, સ્ટ્રેસ, અઉઇંઉ, અને પાર્કિંસન જેવી વિકૃતિઓ થાય છે. યોગનિંદ્રાના માધ્યમથી  શરીર મા નોરએડ્રિનલિનનું પ્રમાણ જાળવી શકાય છે.સીરોટોનીન જેને “ફીલ ગુડ” કેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંરે તેનો સ્ત્રાવ ઘટી જાય ત્યારે ડિપ્રેશન, વિકૃત ચિંતા, મેનિયા,ફોબીયા,સ્કિઝોફેનિયા, ઘઈઉ, ઙઝજઉ જેવી વિકૃતિઓ જોવામળે છે. શરીર મા સીરોટોનીન નું પ્રમાણ જળવાય રહે તે માતે યોગ્ય નીંદર, યોગ્ય આહાર સાથે મ્યુઝિક અને આર્ટ થેરાપીનો ઉપયોગ કરવો જોયે.

માનવ મગજ અને શરીર મા આવેલા વિવિધ સ્ત્રાવો માનવીના વર્તનને અસર પહોંચાડે છે તેથી તેનું પ્રમાણ જળવાય રહે તે ખુબજ આવશ્યક છે. માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી રિલેક્સએશન, ધ્યાન, મ્યુઝિક થેરાપી, આર્ટ થેરાપી, યોગનિંદ્રા જેવી પદ્ધતિઓ થી આ સ્ત્રાવઓના સ્રાવને જાળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.