ઈદિરા ગાંધી વિશે બાયો પીક: સંજય ગાંધીની ભૂમિકા ભજવશે નીલ

indira gandhi | biopic |bollywoodq
indira gandhi | biopic |bollywood

જાણકારોના મતે સંજયની ભૂમિકા નીલની કેરીયર માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થઈ શકે: મધુર ભંડારકર છે નિર્દેશક

નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકર પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પર એક ફીચરફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ઈમરજન્સી એટલે કે કટોકટી કાળને ફોકસ કરાયો છે.

આ ફિલ્મનું નામ ઈંદુ સરકાર છે. જેમાં ઈંદિરા ગાંધીની સાથોસાથ તેમના પુત્ર સંજય ગાંધીની લાઈફ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કેમકે, ઈમરજન્સી વેલાએ તેઓ જ માતા ઈંદિરાની સૌથી નજીક હતા ત્યારે રાજીવ તો પાયલોટ હતા.

ઈંદુ સરકારમાં ઈંદિરા ગાંધીની ભૂમિકા સુપ્રિયા વિનોદે નિભાવી છે. આ ભૂમિકા માટે છેક છેલ્લે સુધી ટિસ્કા ચોપરાનું નામ ચર્ચામાં હતુ તેની ઈંદિરાના ગેટ અપમાં તસવીરો પણ જારી થઈ હતી સંજય ગાંધીની ભૂમિકા માટે નીલ નીતીન મૂકેશનું નામ નકકી થયું છે. ઉલ્લેખનીય છે કે , હજુ હમણા જ નીલ અને ‚કમણી લગ્નના બંધનથી બંધાયા છે. જાણકારો માને છે કે ઈંદુ સરકારમાં સંજય ગાંધીની ભૂમિકા નીલની કારકીર્દી માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સુપ્રિયા પ્રધાન અને નીલની ઈંદિરા સંજયના ગેટઅપમાં તસવીર પર જારી કરાઈ છે. ઓલ ધ બેસ્ટ નીલ. ઉલ્લેખનીય છે કે સફળતા સતત નીલને હાથતાળી આપી રહી છે. સારા બેનર અને સારા ડાયરેકટર સાથે કામ કરવા છતા નીલની કેરીયરની ગાડી પાટે ચઢી નથી તેણે હવે લગ્ન કર્યા એટલે લેડી લક કેટલો સપોર્ટ કરે છે તે જોવાનું રહ્યું.