મુખ્યમંત્રી પૂર્વ રાજનેતા અભૂતપૂર્વ વિજય રૂપાણીના જન્મદિનના વધામણા

  • સેવા કરવા માટે સત્તા નહી સાધના જરૂરી તેવો જીવન મંત્ર બનાવી રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી સતત સાડા ચાર દાયકાથી કરી રહ્યા છે લોક સેવા
  • મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં તેઓ સંવેદનશીલ સી.એમ. તરીકે ઉભરી આવ્યા: તેઓના અવતરણ અવસરની થઇ રહી છે સેવાદિન તરીકે ઉજવણી
  • વિજયભાઇ રૂપાણી જીવનમાં સફળતાના શીખરો સરકારે અને દીર્ધઆયુ ભોગવે તેવી હાર્દિક શુભકામના ‘અબતક’  પરિવાર પાઠવી રહ્યું છે.

વિજયભાઇ રૂપાણી નામ લેતાની સાથે જ એક સેવાભાવી, સંવેદનશીલ, નિર્દોષ ભાવે જનતા જનાર્દનનો સાથી બનીને ઉભા રહેતા એક લોકનેતાનો નિર્દોષ ચહેરો નજરની સામે આવી જાય સેવા કરવા માટે કયારેય સત્તા કે ખુરશીની આવશ્કયતા નથી મનમાં સેવા ભાવ અને સાધના હોય તો ગરીબોના બેલી બની શકાય છે. છેલ્લા સાડા ચાર દાયકાથી એકધારી ગુજરાતની જનતાની સેવા કરતા વિજયભાઇ રૂપાણીનો આજે જન્મદિવસ છે.

સામાન્ય રીતે રાજનેતાઓના જન્મદિન જાજરમાન રીતે ઉજવવામાં આવતો હોય છે પરંતુ ખરા અર્થમાં આજીવન સી.એમ. અર્થાત કોમનમેન એવા વિજયભાઇ રૂપાણીના જન્મદિનની સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ તેઓ લંડનમાં હોવાછતાં રાજકોટમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકિય આયોજન કરવામાં આવ્યા છે. પ્રસ્થાપીત કરે છે કે વિજયભાઇ લોકોના દિલમાં  કેટલું વિશેષ સ્થાન ધરાવે છે.

વિજયભાઇ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 નાં રોજ બર્મા ના રંગુન શહેરમાં જન્મ માતા માયાબેન પિતાશ્રી રમણીકલાલને ત્યાં થયો હતો.  જન્મ ભલે રંગુન માં થયો પરંતુ કર્મભૂમિ સૌરાષ્ટ્ર  રહી છે. બર્મા ની રાજકીય અસ્થિરતા ના કારણે વિજયભાઈ નો પરિવાર  કાયમ માટે રાજકોટ 1960 માં આવી વસી ગયો .

વિજય ભાઈ એ રાજકોટ માં અભ્યાસ ને આગળ વધાર્યો. કહેવાય છે ને “પુત્ર ના લક્ષણ પારણામાં ” અદભુત નેતૃત્વ શક્તિ નો પહેલો પરચો કોલેજ કાળ માં જોવા મળ્યો, રાજકોટની ધર્મેન્દ્ર સિંહજી કોલેજ માં જી.એસ તરીકે ચૂંટાયા ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય થયા , બાળપણ થી સંઘ ના રંગે રંગાયેલ એટલે પ્રબળ રાષ્ટ્ર ભાવના. માત્ર 20 વર્ષ ની ઉંમરે 1976 માં કટોકટી વખતે લોકઆંદોલન માં જોડાયા અને એક વર્ષ જેલવાસ ભોગવ્યો. 1987 માં વિજયભાઈ પ્રથમ વખત રાજકોટ માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. રાજકોટ ના મેયર તરીકે ચૂંટાયા.

ઘણા જિલ્લાઓના પ્રભારી તરીકેની ફરજ નિભાવી.  1998 માં કેશુભાઈની સરકાર વખતે સંકલ્પ પત્ર અમલીકરણની જવાબદારી, 2006 માં  મોદી  સાહેબ ની સરકાર વખતે પ્રવાસન બોર્ડ ના ચેરમેન , રાજ્યસભા ના  સફળ સાંસદ , મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન, પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે સુપેરે જવાબદારી નિભાવી. 2014 માં રાજકોટ વિધાનસભા-69 થી ચૂંટાયા અને પાણી પુરવઠા બોર્ડ, પરિવહન, શ્રમ રોજગાર વિભાગ નાં મંત્રી, 2016 માં ભારતીય જનતા પાર્ટી ની પ્રમુખ પદ ની મહત્વ ની જવાબદારી સોંપાઈ , અને 2016 માં જ ગુજરાત ના રાજકારણ માં રાજકીય અસ્થિરતા સર્જાણી અને 7 મી ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી નો તાજ વિજય ભાઈ રૂપાણી ના શિરે મુકવામાં આવ્યો.

મુખ્યમંત્રી તો ઘણા જોયાં પરંતુ વિજયભાઈ જેવી કુનેહ ભાગ્યે જ જોવા મળી. અનેક પડકારો તેમની સામે ઉભા હતા , દલિત આંદોલન, પાટીદાર અનામત આંદોલન  સહીત અનેક સમસ્યાઓ નો સામનો કર્યો.  જેમનું નામ જ  વિજય છે  એનાં વિજય રથ ને ભલા કોણ રોકી શકે? ફરી આવી વિધાનસભા ની ચૂંટણી સમગ્ર દેશ નું ધ્યાન જેના પર કેન્દ્રિત હતું અને વિપક્ષો અને પરસ્પર પ્રતિદ્વંદીઓ એ તો એમનાં ઘર પર પણ હુમલો કર્યો  તો પણ વિનમ્ર સ્વભાવ અને ઉત્તમ કોઠાસૂઝ થી કામ લઈને સાંગોપાંગ પાર ઉતર્યા. વર્ષો ના પ્રજાકીય કાર્યો અને જનતા ના પ્રેમ થી 18 ડિસેમ્બર 2017 ના રોજ ગુજરાત ના નાથ તરીકે પ્રચંડ બહુમતિ થી રાજકોટ-69 બેઠક પર થી ફરી ચૂંટાઈ આવ્યાં અને ફરી મુખ્યમંત્રી નો તાજ ધારણ કર્યો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરનારા વિજયભાઇ રૂપાણી ચોથા મુખ્યમંત્રી બન્યા જેને ગુજરાતના નાથ તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા. કોરોના સામેની લડાઇમાં તેઓ એક શ્રેષ્ઠ યોઘ્ધા સાબિત થવા રાજયની જનતાને શકય તેટલી ઓછી હાલાકી વેઠવી પડે  તેના માટે તેઓએ રીતસર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી. લોકડાઉનમાં પણ જનતાને તેઓએ સતત લોકોની ચિંતા કરી વિજયભાઇને એક સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરૂદ આપવામાં આવ્યું છે. જે ખરેખર તેઓના વ્યકિતત્વને શોભે છે.

મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન હતા ત્યારે પણ તેઓના દરવાજા ર4 કલાક સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સદાય ખુલ્લા રહેતા હતા. આજે તેઓ સત્તાના સિંહાસન પર ભલે બિરાજમાન નથી પરંતુ તેઓ લોકના દિલના સિંહસાન પર એક સક્રિય શાસન કરી રહ્યા છે.