Abtak Media Google News

જસદણ તાલુકાના ભાડલાના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમી બનાવી સેવાના ક્ષેત્રમાં ભિષ્મ પિતામહનું બિરૂદ મેળવનાર અનુપમ દોશી સાચા અર્થોમાં સંત જેવું જીવન જીવી માનવતાનો અલગારી ઓલીયા તરીકેની ઓળખ ધરાવે છે. સૌરાષ્ટ્રનાં ટોચનાં સામાજીક કાર્યકર્તા અનુપમ દોશી પોતાના યશસ્વી, તેજસ્વી અને સેવાકીય જીવનનાં ૬૦માં વર્ષોમાં પ્રવેશી રહયા છે. મેં નહીં તુ ની ભાવનાથી તેમજ અનેક કાર્યકર્તાઓનું નિર્માણ, સંસ્થાઓનાં સેવાયજ્ઞ, સુપ્રવૃતિઓનાં નિર્વાહમાં નિમિત બનનાર અનુપમ દોશી સૌરાષ્ટ્રનું જાહેર જીવનનું ઘરેણું છે.

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંસ્થાઓના બે વાર એવોર્ડ મેળવી ચુકેલ વિવેકાનંદ યુથ કલબનાં ધરોહર, સમગ્ર દેશમાં અને દેશની બહાર સીમાડા ઓળંગી ખ્યાતી પ્રાપ્ત બનેલ દીકરાના ઘર વૃધ્ધાશ્રમનાં મે. ટ્રસ્ટીએ સેવાનાં તમામ ક્ષેત્રમાં પોતાના તન-મન-ધન-વચન અને કર્મથી યોગદાન આપ્યું છે. વિશાળ મિત્ર વતુર્ળ ધરાવતા માણસ વલ્લા માનવી, તેજસ્વી લેખક અને સારા શ્રોતા એવા અનુપમ દોશી માનવતાની શ્રેષ્ઠ એવી રકતદાન પ્રવૃતિમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ થી પણ વધુ કેમ્પો દ્વારા લાખો માનવ જીંદગીને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચવવામાં નિમિત બન્યા છે. રાજકોટના યજમાન પદે યોજાયેલ દુનીયામાં પ્રથમવાર કહી શકાય તેવી મહારકતદાન શિબીરમાં ૧૨૦૦ જેટલા યુવાનોએ રકતદાન કર્યું હતું જે એક વિક્રમજનક ઘટના હતી. અન્યોને દૃષ્ટિ આપવાની ચક્ષુદાન પ્રવૃતીમાં રાજકોટને દેશ દુનીયામાં મોખરાનું સ્થાન આપવામાં અનુપમભાઈ નિમીત બન્યા છે. સાહિત્યની પ્રવૃતિને વેગ મળે ઉગતા કવિઓ, લેખકોને પ્રોત્સાહન મળે, રાજકોટના લોકોનો સાહિત્ય પ્રત્યે લગાવ રહે એવા હેતુથી “દીકરાનું ઘર પ્રેરિત સાહિત્ય સંત સંસ્થાના સંવાહક છે. સેવાકીય ક્ષેત્રે જરૂરીયાત મુજબની એકપણ પ્રવૃતિ એવી નહિ હોય કે જે અનુપમ દોશી દ્વારા કરવામાં ન આવી હોય.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના કર્મચારી અનુપમભાઈ પોતાના કોમરેડસ માટે પણ પ્રખર ટ્રેડ યુનીયનીસ્ટ અને લીડર તરીકેની કામગીરી સુપેરે બજાવી રહયા છે. પાંચ વર્ષ પૂર્વે તેમનાં જન્મદિન નિમિતે સેવાના સારથીઓ દ્વારા ત્રણ લાખ રૂપીયાની થેલી અર્પણ કરેલ. આ ત્રણ લાખ રૂપીયા રાજકોટ શહેરની વિવિધ સેવા સંસ્થાઓને અર્પણ કરેલ. અનુપમભાઈને તેમના જન્મદિન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. તેમના મોબાઈલ નંબર ૯૪૨૮૨ ૩૩૭૯૬ છે.

‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમમાં મદદરૂપ થવા અપીલ

ભાદરવા માસમાં શ્રાધ્ધના દિવસો ચાલી ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને હાલ કોરોનાની વિસમ પરિસ્થિતિ ચાલી રહી છે. એવા સંજોગોમાં મદદરૂપ થવા ભાવપૂર્વકની અપીલ કરવામાં આવી છે. ‘દીકરાનું ઘર’ દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે જેમાં આજીવન તિથિ રૂ.૧૫,૦૦૦, એક ટંકનું ભોજન રૂ.૪,૧૦૦, આખા દિવસનું ભોજન રૂ.૬,૧૦૦, સવારનો નાસ્તો રૂ.૨,૧૦૦, દિપમાળા રૂ.૫૦૦ સંસ્થાના એક વડીલને દતક લેવાની માસિક યોજના પ્રતિ માસ રૂ.૩,૦૦૦  જેમાં સુખી સંપન્ન દાતાઓને આગળ આવવા અને સહાયરૂપ થવા અપીલ છે. આ માટે સંસ્થાના સુત્રધારો મુકેશ દોશી ૯૮૨૫૦ ૭૭૭૨૫, અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬, સુનીલ વોરા ૯૮૨૫૨ ૧૭૩૨૦ તેમજ નલીન તન્ના ૯૮૨૫૭ ૬૫૦૫૫ને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.