Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક ૭૧ના ભાજપના ધારાસભ્ય તથા ભાજપના અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ભાનુબેન બાબરીયાનો આજે જન્મ દિવસ છે તેઓ છેલ્લી બે ટર્મથી રાજકોટ ગ્રામ્યની બેઠક પરથી કમળના પ્રતિક પર તોતીંગ લીડથી ચૂંટાય આવે છે. પ્રજામાં ખૂબજ લોકપ્રિય ધારાસભ્ય તરીકેની છાપ ઉભી કરી છે. ભાનુબેન હંમેશા પક્ષના નાનામાં નાના કાર્યક્રમમાં ઉત્સાહભેર સામેલ થાય છે. આટલું જ નહી પ્રજાની સમસ્યા હલ કરવા માટે તેઓ રાઉન્ડ ધી કલોક સક્રિય રહે છે. વર્ષ ૨૦૦૭માં તેઓ પ્રથમવાર ચૂંટાય ધારાસભ્ય બન્યા હતા પક્ષ પ્રત્યેની વફાદારી અને પ્રજા માટે સેવા કરવાના હેતુને જોઈ ભાજપે તેઓને વર્ષ ૨૦૧૨માં ફરી ટિકિટ આપતા તેઓ અનેક પડકાર વચ્ચે વિજેતા બન્યા હતા તાજેતરમાં તેઓની ભાજપના અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આજે જન્મદિન નિમિતે મોબાઈલ નં. ૯૯૦૪૩ ૪૩૩૨૧ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. તેઓ સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના અબતક પરિવાર પાઠવી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.