Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે સવા વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે અણધાર્યું અને આંચકારૂપ સત્તા પરિવર્તન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શનિવારે વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે અને રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે સોમવારે ભુપેન્દ્રભાઈ પટેલે શપથ ગ્રહણ ર્ક્યા હતા. દરમિયાન આજે બપોરે ટીમ ભુપેન્દ્રની શપથવિધિ યોજાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્યારે ભાજપે મંત્રીમંડળના વિસ્તરણમાં ફરી નો રિપીટ થિયરી વાપરી છે.

નવા મંત્રી મંડળમાં 25 મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં એક પણ જુના મંત્રીઓનો સમાવેશ નહીં થાય. નીતિન પટેલ, જયેશ રાદડિયા સહિતના મંત્રીઓને બહાર કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આખે આખી મિનિસ્ટ્રી બદલાઈ, તેમાં નવા ચહેરાઓ જોવા મળશે. જો કે આ વખતે મંત્રીમંડળ થોડુ મોટુ રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

CM ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોનો થશે સમાવેશ ? પાટિલના નિવાસ સ્થાને જબરી હલચલ

 

ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને જબરી હલચલ

જો કે નો રિપીટ થિયરીનો સિલસિલો યથાવત રેહતા મંત્રી મંડળમાં વરિષ્ઠ નેતાઓની નારાજગીને કારણે નામ નક્કી કરવામાં ભાજપને અડચણ ઊભી થઈ છે. આથી મોડી સાંજ સુધીમાં શપથ સમારોહ યોજાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.