સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી આરંભતો ભાજપ: શનિ-રવિ ચિંતન બેઠક

ચિંતન બેઠકમાં  ભુપેન્દ્ર યાદવ,  સુધીર ગુપ્ત, સી.આર.પાટીલ,  વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉપસ્થિત રહેશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાઈ તેવી પ્રબળ સંભાવના રહેલી છે.ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.આગામી શનિવાર તથા રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચિંતન બેઠક યોજાશે.વિધાનસભાની આઠ બેઠકોમાં તમામ બેઠકો પર વિજયી બન્યા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની સૌથી મોટી અગ્નિ પરીક્ષા થશે.પાંચ વર્ષ પહેલા યોજાયેલી સ્થાનિક ચૂંટણી માં પાટીદાર અનામત આંદોલનના  કારણે ભાજપે ઘણું નુકસાની વેઠવી પડી હતી.હવે પાટીદર આંદોલન જેવું કંઈ નથી ત્યારે વિજય વાવટા ફરકાવવા માટે ભાજપ ચૂંટણીની તારીખો જાહેર થયા પૂર્વે જ સજ્જ બની ગયું છે.

આગામી  ૧૨ અને ૧૩ ડિસેમ્બરે ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠક  શનિવારે સાંજથી શરૂ થશે.

રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની મહાનગરપાલિકાઓ ને સીમાડાઓ વધ્યા છે.જિલ્લા પંચાયતના સીમાંકનમાં પણ ફેરફાર થયા છે  આગામી સપ્તાહે મહાપાલિકા ,જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત ની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે ભાજપ આવતુંકાલથી ચૂંટણી અભિયાન શરૂ કરી દેશે. વર્ષ ૨૦૧૫ સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે જે નુકસાની વેઠવી પડી હતી તે સરભર કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે આગામી શનિ-રવિના રોજ મળનારી ચિંતન બેઠકમાં બેઠકમાં  ચૂંટણી મુદ્દો મુખ્ય રહેશે ઉમેદવારોની પસંદગી થી લઇ વ્યુરચના ઘડવા સુધીની તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને તમામ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. પેટાચૂંટણીના પરિણામએ સાબિત કરે છે કે ફરી રાજ્યમાં ભાજપ તરફી માહોલ જામી રહ્યો છે છતાં છતાં આ દાવેદારો કોઈપણ જાતનું જોખમ ઉઠાવવા માંગતા નથી હાલ સ્થાનિક હોદ્દેદારો પાસેથી જીતી શકે તેવા જ ઉમેદવારોનું લીસ્ટ બનાવવા તાકીદ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળે રહ્યું છે રાજકોટ જેવી કે જે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે ત્યાં પણ ભાજપ ગત વર્ષે માત્ર ચાર બેઠકોની સરસાઇ સાથે મહાપાલિકા જીતવામાં સફળ રહ્યું હતું આવામાં આ વર્ષે એવું ન થાય તે માટે અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે જે વોર્ડમાં ગત ચૂંટણીમાં પક્ષને મોટી ખાલી પડી હતી ત્યાં ટકોરા મારીને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે બીજી તરફ અહેમદ પટેલ અને અભયભાઈ ભારદ્વાજ ના અકાળે નિધનથી ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે જેના માટે ચૂંટણીનું એલાન ગમે ત્યારે થઈ શકે તેમ છે આવામાં સભ્ય સંખ્યા બળ મુજબ ભાજપ અને કોંગ્રેસને એક એક બેઠકો મળે તે છે બંને બેઠકો જીતવા માટે શું કરું તેના અંગે પણ ચિંતન બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા જણાય રહી છે જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને ધ્યાનમાં રાખી ભાજપ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં રોડની નીતિ અખત્યાર ન કરે તેવું પણ લાગી રહ્યું છે પોતાની પોતાની પ્રથમ પરીક્ષા માં સો ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાજ્યભરમાં ભગવો લહેરાવવા માંગે છે તેઓએ તેઓ એવી તાકીદ કરી હતી કે તમે માત્ર બેજ જીતાડીને બતાવો હું સર્વત્ર ભાજપને જીતાડી દઈશ કાર્યકરોએ પણ તેઓની અપીલને સર આંખો પર ઉપાડી લીધી હતી.સંભવત: આ ચિંતન બેઠક બાદ પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા પણ હાલ વર્તાય રહી છે.

આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્ર નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ ચિંતન બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.