Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

મમતાની હાંકલ પછી યુપીએ અને જી-23 નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને એક થવા તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મમતાએ જે કીમિયો અપનાવ્યો હતો તે મહદ અંશે કામ કરી ગયો હોય, શરદ પવારે જાહેર કરી દીધું છે કે કજોડાથી નહિ,  સમાન વિચારધારા જ ભાજપનો વિકલ્પ બની શકશે.

મમતાની હાંકલ પછી યુપીએ અને જી-23ના નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને એક થવા તરફ,
કોંગ્રેસને ભારે નુકસાન જવાના સંકેતો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારના નિવેદનથી વિપક્ષી છાવણીમાં ભૂકંપ આવી ગયો છે. તેઓએ કહ્યું કે યુપીએની બહારના વધુ સમાન વિચારધારાવાળા પક્ષો છે તેમને સંયુક્ત વિરોધ માટે એકસાથે લાવવા જોઈએ. તે જ સમયે, શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વિપક્ષી એકતાની આગેવાની લેવી જોઈએ.  એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ, મહારાષ્ટ્રના મંત્રી અને પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે વિપક્ષી એકતાના મુદ્દાને સંબોધ્યો.  તેમણે કહ્યું કે પવાર છેલ્લા એક વર્ષથી કહેતા આવ્યા છે કે યુપીએની બહાર ભાજપ વિરોધી પક્ષો છે તેની સંખ્યા વધારે

છે પવાર માને છે કે તે પક્ષોને ભાજપ વિરોધી છાવણીમાં લાવ્યા વિના મોટી ચૂંટણી લડશે.  તે શક્ય ન હોઈ શકે. ધાર્મિક આધારો પર લોકોને ડરાવવાનો પ્રયાસ કરવા અને રાજકીય હરીફોને પરેશાન કરવા માટે એજન્સીઓનો દુરુપયોગ કરવા અને મોંઘવારી અંગેની અશાંતિ માટે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં મલિકે કહ્યું, તમામ ભાજપ વિરોધી પક્ષોને એકસાથે લાવવા જોઈએ. જો કે આવા નિવેદનો વચ્ચે શરદ પવારનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

મમતાએ સમાનવિચારધારા ધરાવતા પક્ષોને એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. તે કવાયત ભાજપ સાથે મળીને કે ભાજપના વિરોધમાં જઈને હાથ ધરાઈ છે તે હજુ ચર્ચાનો વિષય છે. પણ એક વાત સ્પષ્ટ બની રહી છે કે ભાજપના વિકલ્પ તરીકે જો સમાન વિચારધારા ધરાવતા પક્ષો ભેગા થશે તો કોંગ્રેસના અસ્તિત્વ ઉપર મોટું જોખમ સર્જશે.

વર્તનમાં સુધારો લાવો, નહિતર અમે સુધારો લાવીશું: મોદીની સાંસદોને સ્પષ્ટ ચેતવણી

ભાજપની પાર્લમેન્ટરી મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ચેતવણી આપી છે કે તમે જાતે જ તમારા વર્તનમાં સુધારો લાવો, નહીં તો અમે સુધારો લાવીશું. કડક શબ્દોમાં મોદીએ કહ્યું હતું કે શિસ્તમાં રહો, સમયસર આવો અને પોતાનો વારો આવે ત્યારે બોલો. સાથે એમ પણ કહ્યું કે બાળકો જેવો વ્યવહાર ન કરો. તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદની કાર્યવાહી અને બેઠકોમાં નિયમિત રહો અને લોકોના હિતમાં કામ કરો.

એક વડાપ્રધાન તરીકે મારે તમને સમજાવવા પડે અને તમને બાળકોની જેમ ટ્રીટ કરું તે ન સારુ લાગે. બાળકોને પણ એક જ વાર કહેવાય, જો વારંવાર તેમને કહેવામાં આવે તો તેમને ગમતું નથી. વધુમાં મોદીએ સાંસદોએ સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે તમે બધા સૂર્ય નમસ્કાર કરો અને સંસદમાં અટેન્ડસની હરીફાઈમાં ભાગ લો. એનાથી તમે બધા સ્વસ્થ રહેશો. આ સમયે ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, વિદેશમંત્રી એસ. જયશંકર અને સંસદીય કામકાજના મંત્રી પ્રહલાદ જોશી હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.