Abtak Media Google News

ગુજરાતના કરોડોપતિ ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાં રાજકોટના રમેશભાઈ ટીલાળાનું નામ મોખરે છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ પક્ષના રમેશભાઈ ટીલાળાએ ઉમેદવારી નોંધાવી છે. તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓ એકમાત્ર અબજોપતિ ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઈ ટીલાળા પાસે રૂ.56 કરોડની સંપતિ છે તેમના ઘરની લક્ષ્મી તેમની પત્ની અબજોપતિ મિલકતના આસામી છે જેમણે અબતક મીડિયા સાથે વાતચીત કરી હતી.

આ પુરુષ પ્રધાન દેશમાં પણ સ્ત્રી પાસે પુરુષ કરતા વધારે સંપતિ હોવી એ પણ ગર્વની બાબત છે. આવી જ એક સ્ત્રીની વાત કરીએ જે પોતે દરેક રીતે સક્ષમ થઈને પતિને પોતાના દરેક નિર્ણયમાં સાથ આપે છે. આ વાત છે રાજકોટ વિધાનસભા ૭૦ના ઉમેદવાર રમેશ ટીલાળાના પત્ની હંસાબેન ટીલાળાની છે જેઓ ૧૧૪ કરોડની મિલકત ધરાવે છે.

પત્નીની મિલકત પર એક નજર

તેઓના પત્ની હંસાબેનની મિલકતો જોઈએ તો રૂ. 90 હજાર હાથ પરની રોકડ, વિવિધ બેંક ખાતામાં છૂટક રકમ, 4.54 કરોડના શેર, રૂ. 10 લાખની વીમા પોલિસી, 3.67 કરોડની આપેલી લોન, 165 ગ્રામ સોનુ, 10 સ્થળોએ ખેતીની જમીન, 11 પ્લોટ મળી કુલ રૂ. 114.87 કરોડની મિલકત છે. તેઓ જવાબદારીમાં રૂ. 6.24 કરોડની મિલકત ધરાવે છે.

હંસાબેન ટીલાળાએ અબતક સાથેની વાતચીતમાં પોતાની મિલકત બાબતે જણાવ્યું હતું કે પૈસા તો ગૌણ બાબત છે જેના દ્વારા જનતાની સેવા કરવાની છે. અમારા પૈસા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિ થશે બાકી સરકાર તો સાથ આપવા છે જ .

રમેશ ટીલાળાને રાજકારણમાં જવા બાબતે શું આપી હંસાબેને પ્રતિક્રિયા ??

રમેશ ટીલાળાને રાજકારણ જવા બાબતે હંસાબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મેં દરેક બાબતમાં મારા પતિને હંમેશા સાથ આપ્યો છે અને પરિવાર સામે દ્વારા પણ રાજકારણ ઝંપલાવ્યા મુદ્દે સાથ આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે જયારે તેઓ ખોડલધામના ટ્રસ્ટી તરીકે પણ હું મારા પતિનો સાથે જ હતી અને હવે તેઓ રાજકારણમાં છે ત્યારે પણ હું તેમની સાથે છુ .

શું ધારાસભ્ય બન્યા બાદ પણ હંસા બહેન આપશે પતિને સાથ ??

ધારાસભ્ય બનવા બાબતે હંસા બહેને જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યા બાદ પણ તેમનો આજ રીતે સાથ આપીશ. હાલ હું મારા પતિ સાથે સવારથી નીકળી જાવ છુ રેલીમાં અને પ્રચારમાં સાથે જોડાવ છુ અને ધારાસભ્ય બન્યા બાદ પણ તેમના બધા જ કાર્યોમાં તેમનો સાથ આપીશ. વધુમાં તેમને જણાવ્યું હતું કે રાજકારણમાં આવા જ લોકોની જરૂર છે.

ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યા બાદ દુ:ખ થયું ??

હંસા બહેને આ બાબતે જણાવ્યું હતું કે ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપવાથી મને કઈ દુખ થયું નથી. મારા પતિ ત્યારે પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને હજુ પણ સેવાકીય પ્રવૃત્તિ જ કરે છે જેમાં હું પણ સુર પુરાવું છુ. હું રેલીમાં પ્રચાર અને પ્રસાર માટે જાવ છુ અને લોકો દ્વારા ભરપુર પ્રતિસાદ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.