- મહાપાલિકાનાં 15 વાષર્ડ પૈકી 14 વોર્ડના 56 ઉમેદવારોના નામ વહેલી સવારે જાહેર કરાયા, વોર્ડ નં.8માં ખેંચતાણ: કરમણ કટારાના પુત્રને પણ મળી ટિકિટ
- શૈલેષ દવે, બાબુભાઈ રાડા, આદ્યશકિતબેન મજમુદાર સહિત ચાર ઉમેદવારને ત્રીજીવાર ટિકિટ: ભાજપે પણ પરિવારવાદને પ્રાધાન્ય આપતા વિવાદ
જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે વહેલી સવારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. શહેરના 15 વોર્ડ પૈકી 14 વોર્ડના 56 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નં. 8 માટે હજી ખેંચતાણ ચાલી રહી છે. 80 ટકા નવા ચહેરાને ચૂંટણી જંગમા ઉતારવામાં આવ્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની ટિકિટ કાપી તેના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કરમણભાઈ કટારાને ઉમેદવાર બનાવવામા આવ્યા છે.
ભાજપે 80 ટકા સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ પર કાતર ફેરવી દીધી છે. નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યો છે. શૈલેષભાઈ દવે, આદ્યશકિતબેન મજમૂદાર અને બાબુભાઈ રાડા સહિત ચાર ઉમેદવારોને સતત ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે. રાજકારણમાં પરિવારવાદની હંમેશા ટિકકા ટિપ્પણી કરતા ભાજપે જૂનાગઢમાં પરિવાર વાદને પ્રાધાન્ય આપ્યું છે. જેના કારણે ભારે વિવાદ ઉભો થયો છે.
ભાજપ દ્વારા શહેરનાં વોર્ડ નં.1માં જીજ્ઞાશાબેન રાજેશભાઈ ગુજરાતી, રેખાબેન વિનુભાઈ સોલંકી, સુભાષભાઈ વિનુભાઈ રાદડીયા અને નિલેશભાઈ વજશીભાઈ પીઠડીયા, વોર્ડ નં.2માં જાગૃતીબેન હિતેનભાઈ વાળા, લીરીબેન કિરીટકુમાર ભીભા, અંકિતભાઈ ડાહ્યાભાઈ માવદીયા અને સહબાજખાન અયુબખાન બ્લોચને ટિકીટ આપી છે.
જયારે વોર્ડ નં.3માં સરીફાબેન કુરેશી, સહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખખભાઈ મકવાણાને વોર્ડ નં.4માં પ્રફુલ્લાબેન હસમુખભા, ખરાળા, જયોતિબેન સંજયભાઈ વાઢીયા, ધર્મેશભાઈ ધીરૂભાઈ પોશીયા અને ચેતનભાઈ ગજેરાને ઉમેદવાર બનાવાયા છે. વોર્ડ નં.5માં રાણીબેન લીલાભાઈ પરમાર, સોનલબેન રાજેશભાઈ પનારા, સંજયભાઈ મનસુખભાઈ ધોરાજીયા અને વિનસભાઈ નીતીનભાઈ હદવાણીને વોર્ડ નં.6માં જયાબેન વિજયભાઈ ઝાલા, કુસુમબેન પ્રવિણભાઈ અકબરી, અરવિંદભાઈ સુમાણી અને પ્રવિણભાઈ તેજાભાઈ વાઘેલાને વોર્ડ નં.7માં વંદનાબેન દોશી, ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ, જયેશભાઈ રાઠોડભાઈ બોધરા અને સંજયભાઈ જમનાદાસ મણવર ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નં.9માં ચેતનાબેન નરેશભાઈ ચુડાસમા, ગીતાબેન મોહનભાઈ પરમાર, પાર્થભાઈ ગીરીશભાઈ કોટેચા, આકશભાઈ કરમણભાઈ કટારા, વોર્ડ નં.10માં ચંદ્રીકાબેન જીવનભાઈ રાખશીયા, પલ્લવીબેન શ્રેયશભાઈ ઠાકર, પરાગભાઈ જયેન્દ્રભાઈ રાઠોડ અને મનનભાઈ ધીરજલાલ અભાણીને વોર્ડ નં.11માં પુનમબેન જીતેશભાઈ પરમાર, દિવ્યાબેન પોપટ, વનરાજભાઈ વિપુલભાઈ સોલંકી અને શૈલેષભાઈ દવે ને વોર્ડ નં.12માં મધુબેન અરજણભાઈ મિયાત્રા, ઈલાબેન ભરતભાઈ બાલસ, પુજાભાઈ મુળુભાઈ સિસોદીયા અને હિરેનભાઈ પરશોતમભાઈ ભલાણીને વોર્ડ નં.13માં ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક, વનિતાબેન વાલભાઈ આમછેડા, ધરમણભાઈ રામભાઈ ડાંગર અને વિમલભાઈ હરકાંતભાઈ જોષીને વોર્ડ નં.14માં જમકુબેન અરજણભાઈ છાયા, આદ્યશકિતબેન મજમુદાર, બાલુભાઈ ભગાભાઈ રાડા અને કલ્પેશભાઈ કિશોરભાઈ અજવાણીને જયારે વોર્ડ નં.15માં પ્રતિક્ષાબેન વિવેકભાઈ હુણ, બ્રિજેશભાઈ સંજયભાઈ સોલંકી, મસરીભાઈ લીલાભાઈ ઓડેદરા અને નરેશભાઈ મનસુખભાઈ રાણવાને ભાજપે ટિકિટ આપી છે.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપના તમામ ઉમેદવારો એ શુભ વિજય મૂહર્ત ઉમેદવારી નોંધાવી હતી. વોડ નર્ં.8માં ભાજપે ઉમેદવારોને ડાયરેકટ ફોર્મ ભરવાની સુચના આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.