ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી દ્વારા ચૂંટણી સહયોગ નીધિમાં અનુદાન

ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ અને સૌના વિકાસમાં માનનારી પાર્ટી છે ત્યારે આગામી  વિધાનસભાની ચૂંટણી લોકોના સાથ અને સહયોગથી યોજાય તે માટે કેન્દ્રીય ભાજપની યોજનાનુસાર સમગ્ર દેશમાં ચૂંટણી સહયોગ નિધી અભિયાન ચાલી રહયુ છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં ચૂંટણી સહયોગ નિધી અભિયાન ચાલી રહયુ છે.

તે અંતગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા ચૂંટણી આજીવન સહયોગ નિધી અભિયાન વેગવંતુ બનાવાયુ છે ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી ધ્વારા ચૂંટણી સહયોગ નિધીમાં  અનુદાન અપાયુ હતું.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, શહરે ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડીત, પ્રવીણભાઈ ડોડીયા  સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.