યોજનાના લાભો ગરીબો સુધી પહોંચે તેની ચિંતા ભાજપ સરકાર કરી રહી છે: મેયર

કોર્પોરેશન દ્વારા સ્વનિધિ મહોત્સવ અને આવાસ યોજના કવાર્ટર નંબર ફાળવણી ડ્રો કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ર્ત  શેરી ફેરિયાઓ અને તેમના પરિવારજનો માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે,  આજનો કાર્યક્રમ શહેરી ફેરિયાઓ અને ગરીબો માટેનો કાર્યક્રમ છે આગાઉની સ્થિતિ જોઈએ તો સરકાર લાભાર્થીને યોજનાના રૂપિયા મોકલે પરંતુ લાભાર્થી સુધી પુરતા નાણા પહોચતા નહિ. હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર વિવિધ યોજનાઓના લાભો ગરીબો સુધી પહોચે તેની સતત ચિંતા કરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નજીવી કીમતે આવાસ એટલે કે 3 લાખ અને 5 લાખ અને 8 લાખ વિગેરે જેવી નજીવી કીમતે આપવામાં આવે છે.

 

આ આવાસો રાજકોટ મહાનગરપાલિકા પણ ગરીબો પીડિતોને રોજી રોટી  મળે અને પોલીસ કે કોર્પોરેશનની  હેરાનગતિ ન થાય તે માટે 100 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. આ હોકર્સ ઝોનમાં પેવિંગ બ્લોક, વીજળી જેવી સુવિધાઓ આપવામાં આવે છે. રેકડી રાખી ધંધો કરતા તમામ ધંધાથીઓ સ્થળે ડસ્ટબિન રાખે અને સાંજે ધંધો બંધ કરીને જતા સમયે તે જગ્યાએ સ્વચ્છતા રાખે તેવી વિનંતી સહ અપીલ કરું છું. આ કાર્યક્રમમાં મેયર ડો પ્રદિપ ડવના વરદ હસ્તે રીમોટ કંટ્રોલ વડે જુદી જુદી કેટેગરીના 587ના આવાસોનો નંબર ફાળવણી કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા શેરી ફેરિયાઓએ પોતાને પીએમસ્વનિધિ યોજના હેઠળ મળેલ લોનને કારણે વ્યવસાયમાં મળેલ સફળતા અંગે પોતાનો પ્રતિભાવ આપેલ.

ત્યારબાદશેરી ફેરિયાઓ કે જેઓ પોતાની લોનના મહત્તમ હપ્તાની ડીજીટલ માધ્યમથી ચુકવણી કરેલ તેઓનું સન્માન કરવામાં આવેલ. પીએમસ્વનિધિ યોજનાને સફળ બનાવામાં યોગદાન આપનાર બેન્ક ઓફ બરોડા, તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મહાનગર પાલિકાના પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારી ઓનું પણ સન્માન કરવાંમાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા શેરીફેરિયાઓના સંતાનો માટે યોજાયેલી ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને અને આંગણવાડી વિભાગ દ્વારા ફેરીયાઓની કિશોરીઓ દ્વારા યોજાયેલ ગ્રીન સલાડ, પૌષ્ટિક વાનગી, મિક્સ કઠોળ વિગેરેની હરીફાઈઓના વિજેતાઓને મોમેન્ટો અને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.