Abtak Media Google News

પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ, પશ્ર્ચિમ બેઠકના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ, દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા અને ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ લીધી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત

રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી એક વખત રાજકોટમાં ચારેય કમળો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતશે. તેવો વિજય વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ પાસે સક્ષમ નેતા, પ્રજાલક્ષી કામ કરવાની નિયત અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ છે. જેના કારણે પ્રજાનો પ્રેમ સતત મળી રહ્યો છે.

Dsc 1402

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ વિધાનસભાની ચૂંટણી ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે પક્ષે અમારા પર મૂકેલો વિશ્ર્વાસ અમે ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરીશું. રાજકોટમાં ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત છે. સાથોસાથ પક્ષ પાસે વિકાસનું ભાથ્થુ છે જેના કારણે સતત પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે.

રાજકોટની ચારેય બેઠકો પર ફરી એકવાર આન, બાન, શાન સાથે કમળ ખિલશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ઉમેર્યું હતું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં ટિકિટ માટે દાવેદારી કરનાર કાર્યકર કે આગેવાનને જો પક્ષ દ્વારા કોઇ કારણોસર ટિકિટ આપવામાં ન આવે તો આ દાવેદારો જ્યારે પક્ષ ઉમેદવારનું નામ જાહેર કરે ત્યારે કોઇ વિરોધ કે વિવાદ વિના તેને જીતાડવા માટે કામે લાગી જાય છે. રાજકોટ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આવામાં પક્ષે અમને કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવાની તક આપી છે તે ખરેખર અમારા માટે ગૌરવની વાત છે. ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ પણ સાથે ઉ5સ્થિત રહ્યા હતા. તેઓએ પણ ચારેય ઉમેદવારો વિજેતા બનશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

સંગઠનની તાકાતથી 68-રાજકોટ પૂર્વમાં તોતીંગ લીડ સાથે જીતીશું: ઉદય કાનગડ

Dsc 1410

68-રાજકોટ પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે જે રીતે મારો મત વિસ્તાર યુ.કે.ના નામથી ઓળખાય છે. તેમ હું પણ યુ.કે. (ઉદય કાનગડ) છું. મારો જન્મ ભગવતીપરામાં થયો છે અને સમગ્ર વિસ્તારથી હું સારી રીતે વાકેફ છું. છેલ્લાં 9 વર્ષથી હું અલગ-અલગ ચૂંટણીમાં ઇન્ચાર્જની જવાબદારી નિભાવી ચૂક્યો છું. સંગઠનની તાકાતથી ફરી એક વખત ભાજપ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર તોતીંગ લીડ સાથે વિજેતા બનશે. અમે કોઇપણ રાજકીય પાર્ટીના ઉમેદવારની ટીક્કા-ટીપ્પણી કરવા માંગતા નથી. ભાજપે કરેલા કાર્યો પ્રજાને યાદ

કરાવીને અમે મત માંગીશું. ભાજપ પાસે સક્ષમ નેતા, કામગીરીની નિયત અને નિર્ણય શક્તિ છે જેના કારણે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. અમારી નીતી સ્પષ્ટ છે. રામ મંદિર હોય કે કલમ-370 અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. સક્ષમ નેતૃત્વ ઉપરાંત પેજ સમિતિનો કાર્યકર્તાઓ અમારો મુખ્ય આધાર છે. વર્ષોથી ભાજપને પ્રજાના આશિર્વાદ મળી રહ્યા છે. જે આ વખતે પણ યથાવત રહેશે. ગઇકાલે વિધાનસભા-68નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનો ઉમંગ અને ઉત્સાહ જોતા જ લાગી રહ્યું છે કે આ બેઠક પર ભાજપ તોતીંગ લીડ સાથે વિજેતા બનશે.

પક્ષે મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવીશ: ડો.દર્શિતાબેન શાહ

Dsc 1409

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાની રાજકીય કારર્કિદીની પ્રથમ ચૂંટણી જ્યાંથી લડ્યા હતા તે હાઇપ્રોફાઇલ ગણાતી 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે આ વખતે ઉમેદવાર તરીકે ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ પર પસંદગીનું કળશ ઢોળ્યું છે. આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે પક્ષે મારા પર મૂકેલો વિશ્ર્વાસ હું સાર્થક કરવાનો પ્રયાસ કરીશ. મારા દાદા અને પિતાએ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિના જે સંસ્કારો આપ્યા છે તેના સહારે હું ભાજપની વિચારધારાને આગળ વધારતી રહીશ. હું મારી જાતને નશીબદાર સમજું છું કે જે બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,

પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી લડ્યા હતા ત્યાં મને તક આપવામાં આવી છે. આ બેઠક કાર્યકર્તાઓના તપથી તપેલી છે. જ્યાં ભાજપે એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારતા મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ જવાબદારીને મેં ખંતથી નિભાવી છે. સંગઠન શક્તિના સહારે અમે ફરી એક વખત આ હાઇપ્રોફાઇલ બેઠક પર વિજેતા બનીશું.

હું જનસંઘથી ભાજપ સાથે જોડાયેલો છું: રમેશભાઇ ટીલાળા

Dsc 1404

70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને એક સફળ ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે જનસંઘના સમયથી હું ભાજપ સાથે જોડાયેલો છું. મારા પિતા અને દાદાએ ખેડૂતો માટે હરહંમેશ કામ કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેમની ટીમ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને તેમની ટીમનો આભાર માનું છું. તમામ સમાજને સાથે રાખી કામ કરવાનો મારો સિધ્ધાંત છે. ઉદ્યોગ જગતના પ્રશ્ર્નોને હલ કરવા માટે પણ હું સતત સક્રિય રહું છું. ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે આગામી દિવસોમાં પણ પક્ષ

દ્વારા ઘણું આપવામાં આવશે. ભાજપના સૌના સાથ અને સૌના વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવાનો મારો પ્રયાસ રહેશે. રાજકોટ દક્ષિણ બેઠક પર ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમાં કોઇ શંકા નથી. તમામ લોકોને સાથે રાખી આગળ વધવાની મારી પરંપરા હું જાળવી રાખીશ.

ભાજપ પાસે વિકાસનું ભાથ્થુ: ભાનુબેન બાબરિયા

Dsc 1411

71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ આજે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પક્ષે ફરી એક વખત મારા પર વિશ્ર્વાસ મૂકી મને આ બેઠક પર ટિકિટ આપી છે. ભાજપ પાસે વિકાસ કામોનું મોટું ભાથ્થુ રહેલું છે. કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવું તે દરેક કાર્યકર્તા માટે એક ગૌરવની વાત છે. અગાઉ 10 વર્ષ સુધી મેં રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. જેમાં પુષ્કળ વિકાસ કામો કર્યા છે. શહેરની નજીક આવેલા વિસ્તારોને રાજકોટ મહાનગર પાલિકામાં સામેલ કરાવ્યા છે. પક્ષ દ્વારા મને હરહંમેશ કોઇને કોઇ જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની

સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવી હોય, રાજકોટની ચાર પૈકી બે વિધાનસભા બેઠકો પર ભાજપે આ વખતે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જે મહિલા સશક્તિકરણનો પક્ષનો હેતુ સાબિત કરે છે. 2017માં પણ 22 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 15 મહિલાઓ વિજેતા બની હતી. ગત ટર્મમાં મને ટિકિટ આપવામાં આવી ન હતી ત્યારે અમે એ સિધ્ધાંતને વળગી રહ્યા હતા કે પક્ષમાં વ્યક્તિ કરતા કમળ મહત્વનું છે. ફરી એક વખત પક્ષે મારા પર વિશ્ર્વાસ મૂક્યો છે તે માટે હું પક્ષના શિર્ષ નેતૃત્વનો આભાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.