Abtak Media Google News
  • રાજકોટ પૂર્વમાં જંગલેશ્વર સહિતનો વિસ્તાર કોંગ્રેસની પડખે : રોડ શોમાં ઉમટી ભીડ
  • ઇન્દ્રનીલ  રાજગુરુ ઉપર થઇ ફુલ વર્ષા ગળગળા થઇ ગયા
  • આખો પૂર્વ વિસ્તાર એકજુટ થઈને કોંગ્રેસને મત આપશે: અશોક ડાંગર

ભારતીય જનતા પક્ષે આજ દિવસ સુધી જંગલેશ્વર સહિતના પૂર્વના વિસ્તારોનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે પણ આ વખતે પ્રજા ભોળવાશે નહી અને કોંગ્રેસને મત આપીને વિકાસના દ્વાર ખોલશે તેવું કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ જાહેરસભામાં જણાવ્યું હતું.

Img 20221126 Wa0103

રાજકોટ પૂર્વના મતદારોએ આ વખતે પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે અને આ વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુને પ્રચાર દરમિયાન પ્રજાજનો તરફથી જે આવકારો મળી રહ્યો છે તે જોતા આ વખતની ચૂંટણીમાં તે જંગી બહુમતિએ વિજેતા બનીને ઈતિહાસ રચશે તેવું લાગી રહ્યું છે.

Img 20221126 Wa0110 1

જ્યારથી ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારના પ્રતિનિધિ બનવાની જાહેરાત કરી છે ત્યારથી અહીના લોકો એક સાચો સેવક મળ્યાની લાગણી અનુભવી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ-શો કે જાહેરસભા કરી છે ત્યાં ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે અને એકી અવાજે તેમને ટેકો જાહેર કર્યો છે.

Img 20221126 Wa0102

જંગલેશ્વર વિસ્તારમાં તો અગાઉ ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો ઇન્દ્રનીલ રાજગુરુના રોડ શોમાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જ્યાં જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુ ગયા ત્યાં તેમના ઉપર ફૂલ વર્ષા થઇ હતી અને ઇન્દ્રનીલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ નાં નારા લાગ્યા હતા. આ વિસ્તારના લોકોનો આવો પ્રેમ જોઇને ઇન્દ્રનીલ રાજગુરુ ગળગળા થઇ ગયા હતા.

Img 20221126 Wa0097

આ સ્થળે લોકોને સંબોધતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, જુદા જુદા કારણોસર આ વિસ્તારને બદનામ કરવામાં આવી રહ્યો છે પણ હવે હું એવું નહી થવા દઉં..આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ ગયા પછી આ વિસ્તારના વિકાસની જવાબદારી મારી રહેશે અને હું વચન આપું છું કે, આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.

Img 20221126 Wa0107 1

ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આ વિસ્તારના લોકોનો વોટ બેંક તરીકે ઉપયોગ  થયો છે. ભાજપના નેતાઓ આવીને વિકાસના નામે મત માગી જાય છે અને પછી આ વિસ્તારમાં ડોકાતા પણ નથી. પણ હવે સમય પરિવર્તનનો છે અને  ભાજપનો કારમો પરાજય થવાનો છે. ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાના ભાષણમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો પણ ગણાવ્યા હતા.

Img 20221126 Wa0105

તેમણે કહ્યું હતું કે, ગરીબ અને વંચિત લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે કોંગ્રેસ કામ કરવાની છે. અત્યારે મોંઘવારી ઘરના રસોડા સુધી આંટો મારી ગઈ છે ત્યારે કોંગ્રેસ માત્ર 500 રૂપિયામાં ગેસનો બાટલો આપીને પ્રજાને મોટી રાહત આપવાની છે. જરૂરતમંદ લોકોને ઘરના ઘર મળી રહે તે માટેની આવાસ યોજના બનાવવાની છે.

Img 20221126 Wa0104

આ સભામાં રાજકોટના પૂર્વ મેયર અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી અશોકભાઈ ડાંગરે પણ સબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપને નેતાઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને દર વખતે મત લઇ જાય છે પણ આ વખતે આ વિસ્તારની પ્રજા એકજુથ થઈને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની છે. આ પ્રસંગે અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્દ્રનીલ રાજગુરુની તરફેણમાં મોટા પાયે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

Img 20221126 Wa0099

પ્રસંગે ઈન્દ્રનીલ રાજ્યગુરુ, ઈમરાન પ્રતાપગઢી: સાંસદ, રાજયસભા ચેરમેન ઓલ ઈન્ડિયા માઈનોરિટી કોંગ્રેસ સમિતિ, રામકૃષ્ણ ઓઝા: સેક્રેટરી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ, અનુરોધ જૈન: એઆઈસીસી માઈનોરિટી સેક્રેટરી પ્રભારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, વજીરખાન પઠાણ: ચેરમેન માઈનોરિટી કોંગ્રેસ સમિતિ, ઈરફાન પીરજાદા: વાઈસ પ્રેસિડન્ટ ગુજરાત માઈનોરિટી ડિપાર્ટમેન્ટ, ઈમ્તિયાઝઅલી કાદરી: વકિગ ચેરમેન ગુજરાત માઈનોરિટી ડિપાર્ટમેન્ટ, કોચ રાજા અન્સારી: નેશનલ કો-ઓડિર્નેટર પ્રભારી બિહાર, ઓબીસી ડિપાર્ટમેન્ટ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ, મહેશભાઈ રાજપૂત: મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અશોકભાઈ ડાંગર: મહામંત્રી-પૂર્વ મેયર રાજ મ્યુ.કોમ્યુ., મકબુલભાઈ દાઉદારી: કોર્પેારેટર વોર્ડ નં.15, ડી.પી. મકવાણા: મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રસિલા ગેરૈયા: પૂર્વ કોર્પેારેટર, સુરાભાઈ ગેરૈયા, વલ્લભભાઈ પરસારા, ભીખાભાઈ ગજેરા, હિતેષભાઈ ત્રિવેદી: વોર્ડ નં.16 પ્રમુખ, લાધાભાઈ બોરસદીયા તથા નારણભાઈ પટેલ, દીબિેન સોલંકી, રોજીલાબેન ડૈયા: આમ આદમી પાટ થી આવેલ, રસીલાબેન દાઉદભાઈ સાર:  લીલીબેન ગાજીભાઈ જેસાણી,.

Img 20221126 Wa0100

સ્થાનિક અગ્રણીઓ: રહીમભાઈ સોરા, બાબુભાઈ વિસળ, ઈકબાલભાઈ લીંગડિયા, બાબુભાઈ ઠેબા, રહેમાનભાઈ ડાકોરા, શબ્બીરભાઈ પરમાર, રસિકભાઈ સવાણ,, મહેબુબભાઈ પતારી, હાસમભાઈ મેવાજી, હસનભાઈ ઓરા, આમદભાઈ નાય, ઉમરભાઈ સોરા, સિકંદરભાઈ ડાકોરા, ઈંદુભાઈ ઓડિયા, હબીબભાઈ કટારિયા, યુસુફભાઈ સોપારીવાળા, મકસુદભાઈ ચાવડા, ઈકબાલભાઈ સોઢા, શરીફભાઈ સોઢા, હુસેન શેઠ, ઈકબાલભાઈ સમા, હસનભાઈ અજમેરી, ઈબ્રાહીમ ચોરા, નજીરભાઈ બેલીમ, અજીત સોરા, બશીરભાઈ સુમરા, હમીરભાઈ ડેલા, જમાલભાઈ પતાણી, ઈકબાલભાઈ પતાણી, હનીફભાઈ ડેલા, વલ્લભભાઈ પીલુડીયા, અબ્બાસભાઈ ખરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.