Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ અને ઝોન મહામંત્રી રાજયના દરેક મહિલામાં જઈ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે

ગુજરાતમાં ફરી સત્તારૂઢ થવા માટે જ નહી રાજયના ઈતિહાસમાં સૌથીમોટી જીત  મેળવવા માટે  સત્તાધારી  પાર્ટી ભાજપ  હવે  ફૂલફલેઝમાં ઈલેકશન મોડમાં આવી ગઈ છે. દિવાળીના તહેવારો બાદ જિલ્લા અને   મહાનગરોમાં ભાજપના  કાર્યકર્તાઓનું સ્નેહ મિલન  પૂર્ણ થતાની સાથે જ નવા કાર્યક્રમની ઘોષણા  પ્રદેશ ભાજપ  અધ્યક્ષ દદ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભાજપ દદ્વારા વનડે વન ડિસ્ટ્રીકટ અભિયાન  શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ  પ્રમુખ અને ઝોન મહામંત્રક્ષ જે તે જિલ્લામાં રૂબરૂ જઈ પાયાના કાર્યકરો સાથષ સીધો સંવાદ કરશે.

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા  સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશ અધ્ટક્ષ  સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવાયું હતું કે વાપી નગરપાલીકા ની ચૂંટણીઓ માં સહુ કાર્યકર્તાઓ અને હોદેદારો એ એકજુટ થઈ તમામ ઉમેદવારો ને જીતાડવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવા જોઈએ તેમજ આગામી વર્ષ 2022 માં યોજનારી વિધાનસભા ની ચૂંટણીઓ અન્યવે અત્યારથીજ દરેક કર્યકર્તા ને કામે લાગી જવા સૂચન કર્યું હતું, અને દેશના ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા લોકહિત માટે કાર્યરત અનેક યોજનાઓ નો લાભ અપાવવા પણ કાર્યકર્તાઓ ને સૂચન કર્યું હતું.

સી.આર.પાટીલે   જણાવ્યું હતું કે આગામી દિવસો માં ભારતીય જનતા પાર્ટી દ્વારા “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ હાથ ધરાશે જેમાં પ્રદેશ પ્રમુખ અને જેતે ઝોન મહામંત્રી ગુજરાત ના દરેક જિલ્લા ની મુલાકાત કરશે આ એ નાના માં નાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે તેમજ પાર્ટી ના સિનિયર કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજી પાર્ટી ને વધુ મજબૂત બનવવા નું કાર્ય કરવામાં આવશે, આ સાથે તેમણે જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા નાના લોકો માટે પણ આત્મનિર્ભર યોજના અમલ માં મૂકી છે જેનો વધુ માં વધુ જરૂરિયાતમંદ લોકો ને લાભ આપવવા જરૂરી સૂચનો કર્યા હતા.

વાપી નગરપાલિકાની ચૂંટણીઓ જીતાડવા પેજ કમિટી ની વ્યૂહરચના અસરકારક સાબીત થશે હોવાનું  સી.આર.પાટીલે જણાવ્યું હતું તેમજ દરેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ના તમામ 44 ઉમદેવારોને જીતાડવા સૂચન કર્યું હતું, આ તબક્કે તેમણે વધુ માં જણાવ્યું કે દેશના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશ ના યુવાનો માટે અનેક લોન યોજનાઓ અમલ માં મૂકી છે જેના કારણે દેશના યુવાનો માટે પ્રગતિ ના માર્ગ ખુલ્લા થયા છે.

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ માં ગુજરાત સરકાર ના કેબિનેટ કક્ષા ના મંત્રી  કનુભાઈ દેસાઈજી,વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી તેમજ કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઇ પટેલ,ગુજરાત સરકાર ના રાજ્ય કક્ષાના જીતુભાઇ ચૌધરી,ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ  ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી,જિલ્લા ના પ્રભારી  શીતલબેન સોની,પ્રભારી  માધુભાઈ કથીરિયાજી,જિલ્લાના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ,  કમલેશભાઈ પેટલ, મહેન્દ્રભાઇ ચૌધરી,વલસાડ ના સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, વલસાડના ધારાસભ્ય  ભરતભાઇ પેટલ,ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પેટલ,ઉમરગામ ના ધારાસભ્ય અને પૂર્વ  રમણભાઈ પાટકર,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ  અલકાબેન શાહ,પ્રદેશ ના હોદેદારો,જિલ્લા ના હોદેદારો,તેમજ જિલ્લાના વિવિધ મોરચાના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.