Abtak Media Google News

સહારા કંપનીની જમીનમાં ઝશેન ફેરકરી 500 કરોડના કૌભાંડના આક્ષેપમાં

વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમારઅને સી.જે. ચાવડા સહિત સામે બદનક્ષી ફરિયાદ કરી ‘તી

ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે રાજકોટની નીચેની અદાલતમાં કોંગ્રેસ આગેવાનો સામે બદનક્ષીની ફરિયાદ કરેલી જે ફરિયાદ કોર્ટે પરત કરતા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી થઈ હતી. જેમાં કોર્ટે કોંગી આગેવાનોને હાજર થવા નોટિસ પાઠવવા હુકમ કર્યો છે.અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહા2ા કપંનીની જમીનમાં ઝોન ફે2ક2ીને રૂ. પ00 કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માધ્યમથી જાહેરાત કરનાર કોગ્રેસના આગેવાનો સામે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કરેલ હતી. જે ફરીયાદ નીચેની કોર્ટે ફરીયાદી અને બે સાહેદોને તપાસ્યા બાદ હાલનો બનાવ ગાંધીનગરમાં બદનક્ષીની જે ફરીયાદ દાખલ થયેલ છે તે ફરીયાદનો જ એક ભાગ ગણી હાલની ફ2ીયાદ મુળ ફ2ીયાદીને પ2ત આપવાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરાઈ હતી.

અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, કોંગ્રેસ આગેવાન સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર, સી. જે. ચાવડા વગેરે સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરતાં નીતિનભાઈ ભારદ્વાજે અગાઉ જણાવેલ હતું કે અમે સમગ્ર રાજ્ય અને રાજકોટ શહેરમાં એક આબરૂદાર તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ, સમાજના એક નિષ્ઠાવાન આગેવાન છીએ જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ધરાવીએ છીએ તેમજ જાહેર જીવન દરમિયાન અમારી સામે આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય, જેનાથી  પરંતુ કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મિલાપીપણું કરી, ગુનાહિત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કર્યા છે જેના હિસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે ફરિયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકસાન થયું છે.

વધુમાં જણાવાયું હતું કે કોંગ્રેસના આગેવાનો દ્વારા ફરીયાદીની ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધાર પુરાવાઓ વિના વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગરના લેટરહેડ મારફત તા. 22-2-2022થી અખબાર યાદીમાં રૂા. 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તથા ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રીસરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો, કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડા જેવા હેડીંગો હેઠળ ભ્રષ્ટાચારના તથ્યવિહીન અને તદ્દન ખોટા આક્ષેપો કર્યા હતા. આ મુજબની ફરિયાદ મળતા રાજકોટ સેશન્સ કોર્ટે ચારેય આગેવાનોને તા.20મી મે એ અદાલતમાં હાજર થવા નોટિસ પાઠવી છે. આ કેસમાં નીતિનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ તરીકે દીલીપ પટેલ, ઘી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, સુમીત વોરા, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, રોકાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.