મોરબીમાં એકબીજા સાથે ચોક્કસ અંતર જાળવતા ભાજપના નેતાઓ એક સાથે જોવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.

આ દરમિયાન, સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો જનતાનું સમર્થન મેળવવા જોરશોરથી રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી પહેલાં ભાજપમાં હલચલ તેજ થઈ છે. છેલ્લા થોડા સમયથી એક-બીજા સાથે ચોક્કસ અંતર જાળવતા ભાજપનાં નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા.

બ્રિજેશભાઈ મેરજા, કાંતિલાલ અમૃતિયા અને જયંતિ કવાડિયા હળવાશની પળો માણતા અને ચર્ચા કરતા એક સાથે જોવા મળ્યા હતા. તેમજ જયંતિ કવાડિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર તસ્વીર શેર કરી હતી. તેમજ મોરબી ભાજપના તમામ નેતાઓ એક સંપ કરી પોતાના પક્ષના કામે વળગ્યા છે. જયંતિ કવાડિયાએ કમળ ખીલશે ગુજરાત જીતશેનાં લખાણ સાથે તસવીર પોસ્ટ કરી હતી.