Abtak Media Google News

વિપક્ષીઓએ ધારાસભ્ય વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માંગ કરી

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જાદાબલાલ દેબનાથને ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન કથિત રીતે અશ્લીલ વીડિયો જોતા પકડાયા છે. બાગબાસા વિધાનસભા વિસ્તારના ભાજપ ધારાસભ્ય પોતાના ફોનમાં અશ્લીલ વીડિયો જોઇ રહ્યા છે. જેને પાછળથી કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે, અમને આ ઘટનાની જાણ થઈ છે. અમે આની નોંધ લીધી છે. ટૂંક સમયમાં તેમને નોટિસ પણ આપવામાં આવશે. અમે તેની પાસેથી ખુલાસો માંગીશું. ત્રિપુરામાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. કમ્યુનિસ્ટ પાર્ટીઓના ગઢ રહેલા આ રાજ્યમાં બીજેપીએ બીજી વખત સરકાર બનાવી દીધી છે. ત્યારે હાલમાં જ એક બીજેપીના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયો મુજબ, ધારાસભ્ય વિધાનસભાના સત્ર દરમિયાન મોબાઈનમાં પોર્ન જોઈ રહ્યા હતા. જાદલ લાલ નાથ વિધાનસભામાં પોતાની સીટ પર જ મોબાઈલમાં પોર્ન જઈ રહ્યા હતા. જદાબલાલ નાથ પોર્ન જોતા વીડિયોમાં કેદ થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે ભાજપનાં ધારાસભ્ય પાસે આ અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. હાલ તેમણે અત્યારસુધી આરોપો કે વીડિયોનો કોઈ જવાબ આપ્યો નથી. સૂત્રોએ જણાવ્યું કે સત્ર સમાપ્ત થયાનાં તરત જ બાદ તે વિધાનસભા પરિસરથી ચાલ્યાં ગયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.