Abtak Media Google News

મેકશન ફાર્માસ્યુટિકલ દ્વારા હવા અને પાણી પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યુ  હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલની માલીકીની મેકશન ફાર્માસ્યુટીકલ ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યાં હોવાનો પર્દાફાશ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમામ નિયમો નેવે મુકી કંપની દ્વારા હવા અને પાણીનું પ્રદુષણ ફેલાવવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ફેક્ટરી સતત હવા પાણીનુ પ્રદૂષણ ફેલાવી રહ્યાંની ખેડૂતોએ ફરિયાદ કરતા આપનાં હોદેદારોએ સ્થળે જઈને તપાસ કરતા મેકશન ફાર્માસ્યુટિલ્સ ફેક્ટરીમાંથી અતિશય કેમિકલનું દુર્ગધ યુક્ત પાણી ખુલ્લે આમ ફેક્ટરીમાંથી છોડવામાં આવી રહ્યું હતુ.

આમ આદમી પાર્ટીનાં કાર્યકરો સમક્ષ ખેડૂતો એ હૈયા વરાળ ઠાલવી હતી. પ્રદૂષણ ઓકતી ફેક્ટરી બીજેપી નાં ધારાસભ્યની હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઇ પગલાં લેતું નથી. ધારાસભ્યની ઘાકને કારણે  તંત્ર પ્રદૂષણ ઓકતી ફેક્ટરી સામે નત મસ્તક થઇ જાય છે.

લોક ડાઉન દરમિયાન પણ આ ફેકટરી ચાલુ રહેતા વિવાદ આવી અનેક ફરિયાદો આસપાસના લોકો અને ખેડૂતો કરી પણ પરિણામ શૂન્ય આવે છે. વગ અને વટથી  આ ચાલતી મેક શન ફાર્માસ્યુટિકલ હવા અને પાણીનું પારાવાર પ્રદૂષણ ફેલાવે છે. બીજેપીનાં ધાકડ ધારાસભ્યની ફેકટરીનાં પ્રદૂષણની પોલ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ખોલતા ખળભળાટ મચ્યો છે.

મેકશન ફાર્માસ્યુટિકલ્સ ફેક્ટરી  દવાઓ અને મોટી કંપનીઓની પ્રોડકો બનાવે છે. મેક શન કરોડો રૂપિયાનું સૌથી મોટું ટર્ન ઓવર ધરાવતી કંપની છે. હાલ કલાઇમેન્ટ ચેન્જ થવાથી પર્યાવરણની સ્થિતિ બદલાતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.પર્યાવરણમાં બદલાવ થવાથી વિશ્વ આખું પર્યાવરણ બચાવા મેદાને પડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.